________________
છે–એક બધાં દુઃખનું ઠેકાણું સાતમી નરક અને બીજું બધાં સુખનું ઠેકાણે મેક્ષ. જેમ સ્ત્રીઓ એ પ્રકારના ઊંચા મને બળની ખામીને લીધે સાતમી નરકે જઈ શકતી નથી, એમ આગમમાં કહ્યું છે. તેમ તે જ પ્રકારના ઊંચા પણ શુભ મને બળની ખામીને લીધે મેક્ષને શી રીતે મેળવી શકે ? તમારું એ કથન પણું વજુદ વિનાનું છે; કારણ કે એવો કોઈ નિયમ નથીજેનામાં ઊંચામાં ઊંચે અશુભ પરિણામ હોય એનામાં જ ઊંચામાં ઊંચે શુભ પરિણામ હેય. જો એ નિયમ હેય તે જે મનુષ્ય જે ભાવમાં મેક્ષ જવાને છે તે જ ભવમાં એનામાં ઊંચામાં ઊંચે અશુભ પરિણામ ન હોવાથી એવા ચરમ દેહવાળાને મેક્ષ શી રીતે થઈ શકે ? વળી, માગ્લાઓમાં ઊંચામાં ઊંચે અશુભ પરિણામ હોવા છતાં એ જ ભવમાં એએને મેક્ષ થઈ શકતું નથી. તથા જે જીવોની હલકી ગતિએમાં જવાની શક્તિ ઓછી હોય છે તે જ જીવોની કાંઈ ઊંચી ગતિઓમાં જવાની શક્તિ ઓછી હોતી નથી. જુઓ, ભુજપરિસર્પો બીજી નારકી સુધી જ જઈ શકે છે તેથી આગળ હલકી ગતિમાં નીચે જઈ શકતા નથી તો પણ ઉપરઊંચી ગતિમાં સહસ્ત્રાર દેવેક સુધી પહોંચી જાય છે. તેમજ પક્ષિઓ, નીચે ત્રીજી નારકી સુધી, ચોપગાં જનાવર, નીચે ચોથી નારકી સુધી અને સર્પો, નીચે પાંચમી નારકી સુધી જવી શકે છે અને એ બધા (પક્ષિઓ, ચોપગાં જનાવરો અને સોય ઉપઊંચી ગતિમાં–તો ઠેઠ સહસ્ત્રાર દેવલોક સુધી પહોંચી શકે છે માટે જેટલા અશુભ પરિણામ હેય તેટલા જ શુભ પરિણામ લેવા જોઈએ વા જેટલા શુભ પરિણામ હેય તેટલા જ અશુભ પરિણામ હોવા જોઈએ એ કઈ જાતને નિયમ નથી એથી કરીને સ્ત્રીઓમાં સાતમી નરકે જવાનું અશુભ બળ ન હોવા છતાં પણ તેઓ ઘણું ખુશીથી મેક્ષને મેળવી શકે છે–એમાં કોઈ જાતને વાંધે આવે તેમ નથી. હવે કદાચ એમ કહેવામાં આવે કે સ્ત્રીઓમાં વાદ કરવાની શક્તિ નથી અને ૧૩