________________
-( ૧૯૧ )
કાંઇ ખરાખર
ટાઢમાં ધ્યાન
નથી. જો એ બરાબર હાય ! કડકડતી ધરતા કાઇ સાધુને જોઇ‘આજે ધણી સખત ટાઢ છે.' એવું ધારી કાઇ ભક્ત એ સાધુને કાંઇ એઢાડે તે નિઃસ્પૃહી સાધુ પણ પરિગ્રહવાળા થવા જોઇએ. હવે જો વસ્ત્રને અડકવા માત્રથી જ એ પરિગ્રહરૂપ થઈ જતુ હાય । નિર ંતર જમીન ઉપર ચાલવાથી એ પણ પરિગ્રહરૂપ થવી જોઇએ અને એમ થાય તો તી કર વગેરેને મેક્ષ શી રીતે થઇ શકે? વળી એમ કહેવામાં આવે કે વસ્ત્રમાં જીવની ઉત્પત્તિ થાય છે માટે એ પરિગ્રહરૂપ છે તે શરીરમાં પણ બીજા વાની એટલે કરમિયા વિગેરૅની ઉત્પત્તિ થાય છે માટે એને પણ પરિગ્રRsરૂપ શા માટે ન ગણવું ? કદાચ એમ કહેવામાં આવે કે શરીરમાં બીજા જીવાની ઉત્પત્તિ થાય છે પણ તેની તેા જતના કરવામાં આવતી હાવાથી શરીર પરિગ્રહરૂપ ન લેખાય, તે પછી વસ્ત્રમાં પણ ઉત્પન્ન થતા જૂ વગેરે જીવની જતના થતી હાવાથી તથા એને (વસ્ત્રને) યતનાપૂર્વક સીવવાથી અને ધાવાથી જીવની ઉત્પત્તિ મટી જતી હાવાથી એને પણ શરીરની જ પેઠે અપરિ ગ્રહરૂપ માનવું જોઈએ; માટે વસ્ત્ર હોય તે પણ ચારિત્રને કશે। બાધ ન આવતા હાવાથી વસ્ત્રની હાજરી સાથે ચારિત્રની હાજરી માનવામાં કાંઇ દૂષણ જણાતુ નથી. હવે એમ કહેવામાં આવે કે સ્ત્રીઓમાં શક્તિ નથી માટે એ ચારિત્રને પાળી શકતી નથી, એ પણુ બરાબર નથી; કારણ કે અનેક સ્ત્રીઓ એવી છે કે જેઓ આકરામાં આકરૂ વ્રત પાળી શકે છે અને કઠણુમાં કાણુ તપ તપી શકે છે માટે એમ તે કેમ કહેવાય કે એએમાં ચારિત્ર પાળવાની શક્તિ નથી ? અર્થાત્ સ્ત્રીઓમાં ચારિત્ર હેતુ નથી માટે એ મેક્ષ મેળવવાને યેાગ્ય થઇ શકતી નથી, એ કથન તે તદ્દન ખાટું છે. હવે એમ કહેવામાં આવે –સ્રીઓમાં ચારિત્ર ભલે હાય, પણ તેઓમાં ઊંચામાં ઊંચુ યથાખ્યાત નામનું ચારિત્ર નથી હેતુ માટે જ તે પુરુષથી હીણી હોય છે, તે એ વિષે પૂછવાનું કે એમાં જે ઊંચામાં ઊંચું થાખ્યાત નામનું ચિરત્ર નથી તેનુ શું