________________
( ૧૯૦ )=
પણ સ્ત્રીઓને તે સંયમની રખવાળી માટે વસ્ત્ર રાખવાં જ પડે છે, માટે વસ્ત્ર રાખવું એ ભાજનની પેઠે સંયમનું સાધન હાવાથી તેની ( વસ્ત્રની ) હયાતીમાં ચારિત્રના અભાવ કેમ હેઇ શકે ? હવે એમ કહેવામાં આવે કે-તેની પાસે વજ્રરૂપ પરિગ્રહ હોવાથી તેમાં ચારિત્ર નથી હેતુ, તે એ વિષે પુછ્યાનુ કે શુ એએને વસ્ત્રમાં મૂર્છા છે માટે એ ( વસ્ત્ર ) પરિગ્રહરૂપ છે? માત્ર તે વસ્ત્રને ધારણ કરે છે માટે એ પરિગ્રહરૂપ છે? વા માત્ર તે
વસ્ત્રને અડકે છે માટે એ
પરિગ્રહરૂપ છે? વા એમાં જવાની પેદાશ થાય છે માટે એ પરિગ્રહરૂપ છે? જો એમ માનવામાં આવે કે-તેએતે વસ્ત્રમાં મૂર્છા છે માટે એ પરિગ્રહરૂપ છે, તે એ વિષે જણાવવાનુ કે જે શરીર છે. તે મૂર્છાનું કારણુ છે કે નહિ ? એમ તે। નહિ જ કહી શકાય કે–શરીર મૂર્ખાનું કારણુ નથી, કારણુ એ વિશેષ દુર્લભ છે અને અતરંગ છે એટલે વસ્ત્ર કરતાં એ ધણુ પાસેનું સગુ છે. હવે જો શરીરને મૂર્છાને હેતુ ગણવામાં આવે તો એ શી રીતે? જો શરીર મૂર્છાનુ કારણ હોય તે એને નહિ છેડવાનુ શું કારણ ? શું એને ત્યાગ મુશ્કેલીથી થાય એવા છે? વા એ મુક્તિનું નિમિત્ત છે? જો એને ત્યાગ મુશ્કેલીથી થાય તેમ હાય તે શું એવું બધાને માટે છે કે કેટલાકને માટે છે ? ઘણા માણસા આગમાં પ્રવેશ કરીને વા ખીજે રીતે શરીરને પણ છેાડી દેતા જણાય છે માટે ‘ એને ત્યાગ કરવા બધાને મુશ્કેલ છે' એમ કેમ કહેવાય ? જો એના ત્યાગની મુશ્કેલી કેટલાકને જ જણાતી હૈ।ય તે શરીરની જ પેઠે વસ્ત્રના પણ ત્યાગ કરવા કેટલાકને મુશ્કેલ છે એમ પણ શા માટે ન મનાય ? હવે એમ કહેવામાં આવે કે શરીર મુક્તિનું નિમિત્ત છે માટે
એને ત્યાગ થઇ શકતા નથી, તે શરીરની જ પેઠે વસ્ત્ર પણ ઘણી કમક્રિયામાં કારરૂપ હાવાથી એવી જાતના કેટલાક શક્તિ વિનાના મનુષ્યા માટે ઉપયોગી છે એમ કેમ ન મનાય ? હવે એમ કહેવામાં આવે કે વજ્રને પહેરવા માત્રથી જ પરિગ્રહરૂપ થઇ જાય છે તેા એ