________________
– ૧૮૯) શું તેઓને પુરુષ પ્રણામ કરતા નથી તેથી તે નબળી છે? શું તેઓ ભણવાનું વિગેર કરી શકતી નથી તેથી તે નબળી છે? તેઓની પાસે કઈ પ્રકારની મોટી ઋદ્ધિ નથી તેથી તે નબળી છે ? વા તેઓમાં કપટ વિગેરેની અધિકતા છે તેથી તે નબળી છે ? જો તમે એમ જણાવે કે સ્ત્રીઓમાં ચારિત્ર નથી હેતુ માટે જ તે નબળી છે, તે એમાં પણ અમારે પૂછવાનું છે. તેમાં ચારિત્ર નથી હોતું તેનું શું કારણ? શું તેઓ વસ્ત્ર રાખે છે માટે તેમાં ચાસ્ત્રિ નથી હોતું? કે તેમાં શક્તિ નથી હોતી માટે ચારિત્ર નથી હતું જો એમ કહેવામાં આવે કે વસ્ત્ર રાખે છે માટે તેમાં ચારિત્ર નથી હતું, તે તે વાત બરાબર નથી, કારણ કે વસ્ત્રને રાખવાથી ચારિત્ર ન હોય તેનું પણ શું કારણ છે ? શું વસ્ત્રને વાપરવા માત્રથી જ ચારિત્ર નથી રહેતું ? કે વસ્ત્રને પરિ. ગ્રહ રાખવાથી ચારિત્ર નથી રહેતું ? હવે આપણે એ વિચારવું જોઈએ કે–ત્રીઓ વસ્ત્રને વાપરે છે તેનું શું કારણ છે? શું તેઓ વસ્ત્રને ત્યાગ નથી કરી શકતી માટે વસ્ત્રને વાપરે છે ? કે સંયમની સાધના સુખપૂર્વક થઈ શકે માટે વસ્ત્રને વાપરે છે ? જો એમ કહેવામાં આવે કે-તે વસ્ત્રનો ત્યાગ નથી કરી શકતી માટે વસ્ત્રને વાપરે છે તે તે બરાબર નથી. કારણ કે સ્ત્રીઓ તે ધર્મને માટે પ્રાણોને પણ ત્યાગ કરતી નજરે જોવાય છે તે પછી એક ચીંથરાને છોડવામાં તેની અશક્તિ છે એમ શી રીતે મનાય ? હવે જે એમ કહેવામાં આવે કેસંયમની સાધના માટે જ તેઓ વસ્ત્રને વાપરે છે તે પછી એમાં ચારિત્ર નથી એમ શી રીતે કહેવાય ? વળી, જેમ સ્ત્રીઓ સંયમની સાધના માટે વસ્ત્રને વાપરે છે તેમ પુરુષો પણ કેમ ન વાપરી શકે ? એમ કહેવામાં આવે કે–એ તે અબળા હોવાથી જે વસ્ત્ર ન વાપરે તો એના ઉપર પુષો જુલમ કરે અને એના સંયમની વિરાધના કરે અને પુરુષો વસ્ત્ર ન વાપરે તે એના સંયમને કશે બાધ આવે તેમ નથી માટે પુરુષોને સંયમને સાચવવા વસ્ત્રની જરૂર પડતી નથી,