________________
– –(૧૮૭. બનાવી શકાય વા નીપજાવી શકાય. ત્રીજું તેઓ એમ જણાવે કે-એ અનુષ્ઠાને રાગ વિગેરેની શકિતને નાશ કરે છે તે એ પણ રાગ વિગેરે ક્ષણના નાશની અથવા અભાવની જેવું જ અયુકત અને બૌદ્ધ સિદ્ધાંતથી વિરૂદ્ધ છે. એ જ પ્રકારે ચેથા અને પાંચમા કથનમાં પણ એ દૂષણ આવે છે. વળી તમે વાસ્તવિક સંતાન તે માનતા નથી એથી એને ઉચ્છેદ કરવાથી કે એને નહિ પેદા થવા દેવાથી પણ શું? કારણ કે એ સંતાન તો મર્યા જેવો જ છે અને કયાંય મર્યાને મારવું દીઠું નથી, માટે સંતાનના ઉચછેદરૂપ મોક્ષ પણ ઘટી શકતું નથી. હવે કદાચ તમે (બૌદ્ધો) છેવટ એમ કહે કે–એ અનુષ્કાને આસ્રવ વિનાની ચિત્તસંતતિને પેદા કરે છે તો એ હકીકત કાંઈ વ્યાજબી ગણાય, પરંતુ તે વિષે પણ થોડું પૂછવાનું છે અને તે આ પ્રમાણે છે:–એ ચિત્તસંતતિ બીજી ચિત્તસંતતિ સાથે સંબંધ ધરાવનારી છે ? કે એવી નથી? જે એક સંબંધ ધરાવનારી હોય તે તે ઠીક જ છે અને એમ હોય તે જ મોક્ષ ઘટી શકે છે, અને જો એ ચિત્તસંતતિ, બીજી ચિત્તસંતતિ સાથે સંબંધ નથી ધરાવતી તે મેક્ષનું બંધારણ ઘટી શકતું નથી; કારણ કે, ચિત્તસંતતિને એવી ક્ષણિક માનવાથી આગળ જણાવ્યા પ્રમાણે “કરે કઈ અને ભગવે કઈ એ મેટો વાંધ આવે છે. વળી તમે (બૌધેએ) જે જણાવ્યું હતું કે “ કાયકલેશ એ તારૂપ હોઈ શક નથી ” એ પણ સાચું નથી; કારણ કે જે કાયાકલેશમાં અહિંસાની પ્રધાનતા હોય છે તે કર્મના પરિણામરૂપ હોય તો પણ તપરૂપ જ છે; કારણ કે જે કાયકલેશ વ્રતથી અવિરુદ્ધ છે તે નિજાને હેતુ હોવાથી તપરૂપ મનાય છે. આ પ્રકારે તપની વ્યાખ્યા કરવાથી નારકીઓના કાયલેશને તપમાં સમાવેશ થઈ શકતું નથી, એમાં તે હિંસા વિગેરેના આવેશની પ્રધાનતા હોય છે માટે નારકીઓના કાયકલેશ સાથે સપુરૂષોના દેહદમનની સરખામણી કરવી તદ્દન અનુચિત અને અયુક્ત, છે. વળી તમે (બૌદ્ધોએ) જે જણાવ્યું કે-“ડા તપમાં પણ અનેક