________________
( ૧૮૬
વિચારીને પિતાના કલ્યાણની પ્રવૃત્તિ નહિ કરી શકે? તે એને ઉત્તર આ પ્રમાણે છે:–એ જ્ઞાનની ધારા, જે માત્ર એક ક્ષણ જ રહે છે, તે તદ્દન વિકલ્પવિહીન હોવાથી એ બધું શી રીતે કરી શકે ? એક જ ક્ષણમાં પેદા થવું, વિચારવું અને મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી એ બધું બનવું તદ્દત અસંભવિત છે. હવે કદાચ એમ ધારો કે–એ જ્ઞાનને સંતાન એ બધું કરી શકે અને મુક્તિને પણ મેળવી શકે તે પછી શું દૂષણ આવે? એને ઉત્તર આ પ્રમાણે છે –બૌદ્ધ લેકે ક્ષણિક જ્ઞાનધારા અને સંતાન એ બન્નેને એક જ માને છે. જે દૂષણ જ્ઞાનધારાને લાગુ પડે છે તે જ દૂષણ અહીં પણ સમજી લેવાનું છે. વળી અમે (જૈને) તે એમ જણાવીએ છીએ કે-જ્યારે બૌદ્ધો વસ્તુ માત્રનો સ્વભાવ ક્ષણવિનાશી માને છે ત્યારે તે તેઓને મોક્ષ માટે પ્રયાસ કરે જ જરૂર નથી; કારણ કે રાગાદિના નાશને તેઓ મોક્ષ કહે છે અને એ નાશ તે એની મેળે જ થવાનો છે માટે ક્ષણિકવાદમાં મોક્ષને માટે પ્રયાસ કરવાની કોઈ જરૂર જણાતી નથી, એથી એ ક્રિયાકાંડની યોજના કે આચરણે નકામી છે. હવે કદાચ ચર્ચાની ખાતર એમ માની લેવામાં આવે કે મોક્ષને માટે યોજાએલાં ક્રિયાકાંડે નકામાં નથી, તો અમે એ વિષે જે પૂછીએ છીએ તે આ પ્રમાણે છે:–શું એ ક્રિયાકાંડે રાગ વિગેરે ક્ષણને નાશ કરે છે ? વા હવે પછી થનારા રાગ વિગેરેને થવા દેતાં નથી ? વા રાગ વિગેરેની શક્તિને ક્ષય કરે છે ? વા સંતાનને ઉચ્છેદ કરે છે ? વા સંતાનને પેદા થવા દેતા નથી? અથવા આસ્રવ વિનાની ચિત્તસંતતિને પેદા કરે છે ? જે બૌદ્ધો તરફથી એમ કહેવામાં આવે કે એ ક્રિયાકાંડે રાગ વિગેરે ક્ષણનો નાશ કરે છે તે એ અયુક્ત છે; કારણ કે-બૌદ્ધના સિદ્ધાંતમાં નાશ થવો એ વસ્તુને જ સ્વભાવ હોવાથી નાશને કોઈ હેતુ કહ૫ એ અનુચિત છે. બીજું તેઓ (બૌદ્ધો) એમ કહે કે–પછી થનારા રાગ વિગેરેને અભાવ કરે છે, તે એ પણ અયુક્ત છે; કારણ કે અભાવ કેઈનાથી થઈ શકતું નથી–એ કાંઈ માટી જેવો પદાર્થ નથી કે જે