________________
–(૧૯૮૫) છે તે જેમ મૂર્ણ રોગી કુપથ્ય કરે છે તેમ આત્માના નેહને લીધે સંસારમાં જતાં દુઃખના સેળભેળવાળાં સુખ-સાધનોમાં પ્રવૃત્તિ કરે છે. કિંતુ જે પુરુષ જ્ઞાની છે અને હિત તથા અહિતને જાણકાર છે તે જેમ ડાહ્યો રેગી નિરંતર કરી પાળ્યા કરે છે તેમ અતાત્વિક સુખનાં સાધન એવાં સ્ત્રી વિગેરેને પરિત્યાગ કરીને આત્માના સ્નેહને તદ્દન સુખમય એવા મુક્તિના માર્ગમાં પ્રવૃત્તિ કરે છે માટે આત્માના સ્નેહને લીધે તમે (બૌદ્ધોએ ) જે દૂષણ બતાવ્યું છે તે બરાબર નથી. વળી, તમે જે કહ્યું છે કે-“મુક્તિ મેળવવાની ઇચ્છાવાળા મનુષ્ય અનાત્મપણાની જ ભાવના ભાવવી” એ પણ કાંઈ બરાબર નથી, કારણ કે જેમ તદ્દન નિત્ય૫ણુની ભાવના મુક્તિનું કારણ થઈ શકતી નથી, તેમ તદ્દન અનિત્યપણુની ભાવના પણ મુક્તિનું કારણ હોઈ શકતી નથી. એવી એકાંત નિત્યપણાની કે એકાંત અનિત્યપણની ભાવના ખોટી છે. વળી, એ જાતની ભાવના પણું એક સ્થિર એવા અનુસંધાન કરનાર સિવાય થઈ શકતી નથી માટે તમારે (બૌદ્ધોએ) જે મેક્ષની વાત કરવી હોય તે એક સ્થિર એવા આત્માને જરૂર માનવો જોઈએ. વળી, જે બંધાએલે હોય એ જ છૂટો થઈ શકે છે માટે જે મોક્ષને મેળવનાર હોય તેને તે તમારે સ્થિર માનવો જ જોઈએ. તમારા માનેલા ક્ષણિક–વાદમાં તે કઈ જ્ઞાન–સંતાન બંધાએલે છે, કઈ જ્ઞાન–સંતાન મુક્તિનાં કારણેને જાણે છે અને ત્રીજો જ કઈ જ્ઞાન–સંતાન મોક્ષ મેળવે છે એવું ગરબડવાળું બંધારણ છે અને કરે છે, જાણે કોઈ અને મેળવે કઈ એ જાતનું બેની વચ્ચે ત્રીજો ખાઈ જાય એવું બંધારણ કેઈને ઈષ્ટ ન હોય. વળી, બુદ્ધિમાન માત્ર એવું વિચારીને પ્રવૃત્તિ કરે છે કે “મારું કાંઈ થાય ” પરંતુ તમારા ક્ષણિકવાદમાં બધું ક્ષણિક હોવાથી અને જ્ઞાનની ધારાઓ પરસ્પર કોઈ જાતને સંબંધ ન ધરાવતી હોવાથી એક પણ જ્ઞાન–સંતાન એ જાતનું વિચારી શકતું નથી અને એમ હોવાથી એ, પ્રવૃત્તિ પણ શી રીતે કરી શકે ? કદાચ એમ ધારે કે-જે જ્ઞાનની ધારા ક્ષણિક છે તે શું આ જાતનું