________________
( ૧૮૪) – પ્રબળપણાને લીધે જે ચિત્તની કલેશરહિત અવસ્થા થાય છે તેને જ મેક્ષ માન એ બરાબર વ્યાજબી જણાય છે. એ પ્રમાણે મોક્ષ વિષે બૌદ્ધોને અભિપ્રાય છે. હવે જનો એ અભિપ્રાયને ઉત્તર આ પ્રમાણે આપે છે તમે (બૌદ્ધો ) આત્માને સ્થિર માનતા નથી અને જે માત્ર જ્ઞાનની ધારાઓ જ માને છે તેમાં ઘણું દૂષણે આવે છે અને તે આ પ્રમાણે છે--જ્ઞાનના પ્રવાહ તે ક્ષણે ક્ષણે પલટો મારે છે એથી જે પ્રવાહ ક્રિયા કરવાનું નિમિત્ત બને છે તે ક્ષણિક હોવાથી ક્રિયાનું ફળ ભોગવવાને રહી શકતો નથી અને જે બીજો પ્રવાહ ક્રિયાનું ફળ ભોગવે છે તે, એનો કર્તા હોતે નથી અર્થાત તમારા માનેલા ક્ષણિકવાદમાં કર્તા કોઈ અને ભક્તા કોઈ એવો મટે વાંધો આવે છે. કારણ કે જે કર્તા હેય તે જ ભેગવનાર હેય-એ નિયમ સૌ કોઈને સંમત છે. વળી, એ ક્ષણિકવાદમાં સ્મરણશક્તિ પણ શી રીતે ઘટી શકશે ? કારણ કે જેણે જોયું છે કે સાંભળ્યું છે તે જ્ઞાનપ્રવાહ ક્ષણિક હેવાથી ટકી શકતું નથી. અને એની જગ્યાએ જે બીજે જ્ઞાનપ્રવાહ આવે છે તેણે પૂર્વનું જોયું કે સાંભળ્યું નથી એથી બીજાએ કરેલું બીજે શી રીતે યાદ કરી શકે છે સંસારમાં તે એ નિયમ છે કે જેણે કરેલું હોય તે જ યાદ રાખી શકે છે. અને એ નિયમ સૌ કોઈએ રવીકારે છે માટે એ જાતને ઘણું દેષવાળે ક્ષણિકવાદ ન માનતાં સ્થિરવાદ માને એ યુક્તિયુક્ત છે. જેમ માળામાં રહેલા બધા મણકા એક દેરામાં પરવેલા હોય છે અને એમ હોય તે જ એ બધા મણકા ટકી શકે છે તેમ આ જ્ઞાનની ધારાઓ પણ દેરાની જેવા એક આત્મામાં પરોવેલી હોય તે જ રીતસર રહી શકે છે અને એમ માનવામાં આવે તો જ ઉપર જણાવેલું એક દૂષણ આવે તેમ નથી માટે આત્માને ક્ષણિક ન માનતાં સ્થિરવૃત્તિવાળે માન જોઈએ અને એમ માન્યા પછી જ મોક્ષની વાત કરવી એ શભા આપે એવું છે. વળી, તમે (બૌદ્ધોએ) જે દૂષણ આત્માને માનવામાં જણાવ્યું છે તે જો કે ઠીક છે, કિંતુ એ કાંઈ બધે લાગુ પડે તેવું નથી. એ તે જે મૂખ અને અજ્ઞાની છે એને જ લાગુ થાય છે–જે મનુષ્ય અજ્ઞાની