________________
ન ૧૮૩)
જ રહે છે. આત્માની હયાતી જાય પછી જ “હું અને બીજો ' એવું ભાન થાય છે, એવા ભાનને લીધે રાગ અને દ્વેષ થાય છે અને એ બને (રાગ અને દ્વેષ) જ બધા દોષનું મૂળ છે.” માટે મુક્તિને મેળવનારા મનુષ્ય તે પુત્ર, સ્ત્રી વિગેરે પરિવારને અનાત્મક (આપણે નથી) માનવ જોઈએ અને એ બધું અનિત્ય છે, અશુચિ છે તથા દુઃખરૂપ છે એવો વિચાર કર્યા કરે જઈએ—એમ ચિંતવવાથી આત્મામાં નેહ નહિ થાય અને એ જાતના વિશેષ અભ્યાસથી જ વૈરાગ્ય થશે, તેથી ચિત્ત આસવ વિનાનું થશે અને એ જ મુક્તિ છે. હવે કદાચ કોઈ એમ કહે કે એ ઉપર લખ્યા પ્રમાણે વિચાર ન કરવામાં આવે અને માત્ર શરીરને દુઃખદેવારૂપ તપ તપવામાં આવે તે પણ સકલ કર્મને નાશ થવાથી મેક્ષ થો ઘટે એમ છે માટે એ તપવડે જ મોક્ષને શા માટે ન મેળવવો ? એના ઉત્તરમાં બૌદ્ધો જણાવે છે કે-શરીરને દુઃખ દેવું એ કાંઈ તપ નથી. એ તો જેમ નારકીઓ પિતાનાં પૂર્વનાં પાપને લીધે અનેક જાતનું દુઃખ વેઠે છે તેમ શરીરને દુઃખ દેનારા પણ પિતાનાં પૂર્વ કર્મોનું ફળ જ ભોગવે છે–એ કાંઈ તપ કરતા નથી માટે એવા તપવડે મોક્ષ શી રીતે થઈ શકે ? વળી, કર્મો તે અનેક પ્રકારનાં છે, કારણ કે તે વડે અનેક જાતનાં જુદાં જુદાં ફળ મળી રહ્યાં છે, માટે એવાં અનેક જાતનાં કર્મોને નાશ એક પ્રકારના તપથી જ શી રીતે થઈ શકે? કદાચ એમ કહેવામાં આવે કેતપમાં અનેક શક્તિઓનું મિશ્રણ થવાથી એ તપવડે કર્મોને નાશ શા માટે ન થઈ શકે? તે એના ઉત્તરમાં બૌદ્ધો જણાવે છે કે જે એ રીતે કર્મોને નાશ થઈ મોક્ષ થઈ શકતું હોય તે થોડાક કલેશથી પણ બધાં કર્મોને નાશ થવો જોઈએ; કારણ કે જો એમ નહિ માનવામાં આવે તે અહીં પણ તપમાં અનેક શક્તિઓનું મિશ્રણ છે તેનું શું થશે ? માટે તપથી કર્મને ક્ષય થઈ મોક્ષ થાય એ બરાબર ઘટે એવું નથી. એ જ. હકીકત બીજા ગ્રંથમાં બ્લેકવડે જણાવી છે. તાત્પર્ય એ છે કે-જેનો માને છે તેવો મેક્ષ યુક્તિયુક્ત જણાતું નથી, એથી નિરાત્મભાવનાના