________________
( ૧૮૦ )--
માટે પ્રકૃતિને સાથે રાખવાનું મન પણ કરે? અને કદાચ આત્માનું એ જતનું મન થતું હોય તે તેનું કાંઈ કારણ છે કે નહિ? જે કાંઈ કારણું માનવામાં આવે તે શું પ્રકૃતિરૂપ છે કે આત્મારૂપ છે ? કેમકે, સાંખે પ્રકૃતિ અને આત્મા સિવાય ત્રીજી ચીજને માનતા નથી. જો એ કારણરૂપે પ્રકૃતિને માનવામાં આવે તે જેમ વિશુદ્ધ આત્માને પ્રકૃતિને સંબંધ કરાવનાર પ્રકૃતિ છે તેમ મુક્ત થએલા આત્માને પણ એ પ્રકૃતિ, પિતાની સાથે શા માટે ન ભેળી શકે? કારણ કે એ બન્ને આત્માઓ એક સરખા છે માટે એકને ભેળી શકે અને બીજાને ન ભેળી શકે એ બનવા જેવું નથી. હવે જે પ્રકૃતિ અને આત્માના સંબંધના કારણ તરીકે આત્માને માનવામાં આવે તે જે આત્મા એ કારણરૂપે કામમાં આવે છે તે, પ્રકૃતિ સહિત છે કે પ્રકૃતિરહિત છે? જે એ (આત્મા) પણ પ્રકૃતિ સહિત હેય તે એની પ્રકૃતિનો સંબંધ શી રીતે થયે? એને જે જવાબ આવશે એમાં પણ ઉપર જણાવેલા જ પ્રશ્નો ઉઠે તેમ હોવાથી આ હકીકતનું ક્યાંય ઠેકાણું આવે તેમ નથી. જે એ પ્રકૃતિના સંબંધ વિનાને આમા, આત્મા અને પ્રકૃતિના લગ્નનું કારણ થતું હોય તો એ પણ ગેરવ્યાજબી છે; કારણ કે એ વિશુદ્ધ આત્મા, એવી ભાંજગડ કરી શકે જ નહિ. અને કદાચ કરે તે એનું પણ કારણ ગોતવું જોઈએ અને એમ કારણ ગોતતાં ગોતતાં આરો આવે તેમ ન હોવાથી આ કારણ–પક્ષની હકીક્ત બરાબર નથી. હવે જે એમ માનવામાં આવે કે–પ્રકૃતિ અને આત્માના સંબંધનું કાંઈ કારણ જ નથી, તે પછી મુક્ત થએલા આત્માને પણ પ્રકૃતિ સાથે શા માટે સંબંધ ન થાય ? વળી, એ વિષે આ એક બીજું પૂછવાનું છે કે પ્રકૃતિ સાથે લગ્ન કરે તે આત્મા પિતાના પૂર્વના સ્વભાવને છોડે છે કે નહિ? જે તે, પિતાને પૂર્વને સ્વભાવ છોડે છે તે અનિત્ય થઈ જાય અને એમ થવું સાંખ્યમતમાં મેટું દૂષણ છે. જે તે પિતાને પૂર્વને સ્વભાવ ન જ છેડે તે તે, પ્રકૃતિ સાથે ભળી પણ કેમ શકે? જુવાન થનારા માણસે પિતાની બાળઅવસ્થા છોડવી જ જોઈએ તેમ