________________
– ૧૮૧),
પ્રકૃતિની સાથે સંબંધ ધરાવતા આત્માએ પિતાનો પૂર્વને સ્વભાવ છોડ જ જોઈએ—એ રીતે કોઈ પ્રકારે સાંખ્યમતમાં આત્માની સાથે પ્રકૃતિનો સંયોગ જ ઘટી શકતો નથી તે પછી એના વિયોગની વાત તે શી રીતે થાય? વળી, સાંખ્યમતવાળાઓએ આગળ એમ જણાવ્યું હતું કે–આત્માને વિવેક થાય છે અને પછી એ, કર્મ–ફળને ભગવતે નથી” ઇત્યાદિ. તે પણ વ્યાજબી જણાતું નથી. અમે ( જેને ) એ વિષે પૂછીએ છીએ કે એ વિવેક એટલે શું ? જે એમ કહેવામાં આવે કે પિતપતાના રૂપમાં: રહેલા પ્રકૃતિ અને પુરુષનું જુદું જુદું જ્ઞાન–એનું નામ વિવેક છે તો એ વિવેક કેને થાય છે–આત્માને થાય છે કે પ્રકૃતિને થાય છે ? અમે જૈને તે ધારીએ છીએ કે એ વિવેક, એ બેમાંથી એકેને પણ થો ઘટતું નથી કારણ કે સાંખેના હિસાબે એ બેય અજ્ઞાન છે. વળી, સાંખ્યોએ જે એમ જણાવ્યું હતું કે-“પ્રકૃતિ પોતે કઢણ સ્ત્રીની પેઠે દૂર ખસી જાય છે” ઇત્યાદિ. તે પણ બરાબર નથી, કારણ કે પ્રકૃતિ તે જડ છે એથી એનામાં ખસી જવાની અકલ શી રીતે આવે? વળી એ પ્રકૃતિ તે નિત્યરૂપ હોવાથી મોક્ષ-દશાને પામેલા આત્માઓને પણ પિતાની સાથે શા માટે ન ભેળવે? જેમ કે મનુષ્ય વાયુને પ્રતિકૂળપણે જાણે હોય તે પણ વાયુ એ મનુષ્યને છેડે મૂકતા નથી તેમ જેણે પ્રકૃતિને પણ માલ વિનાની જાણી હેય તેને પણ છેડે પ્રકૃતિ શા માટે મૂકે? કારણ કે પ્રકૃતિ નિત્ય હેવાથી હમેશાં રહેનારી છે–એ પ્રકારે કઈ પણ આત્માને પ્રકૃતિથી વિયોગ થવો ઘટતો નથી તો મેક્ષ ક્યાંથી થાય? અને જે પ્રકૃતિને હમેશાં રહેનારી ન માનવામાં આવે તે એની નિત્યતા શી રીતે ધટે ? જે વસ્તુ તદ્દન નિત્ય હોય છે એનું પૂર્વ સ્વરૂપ બદલતું નથી અને એમાં નવું ભવિષ્યનું સ્વરૂપ આવતું પણ નથી. એ તે જે ચીજ પરિણામી નિત્ય હોય તેમાં જ ઘટી શકે છે. જે પૂર્વે જણાવેલું દૂષણ મટાડવાને માટે પ્રકૃતિને પરિણામી નિત્ય માનવામાં આવે તે આત્મા પણ એ જ માન જોઈએ, કારણ કે એ જ્યારે પ્રકૃતિ સાથે ભળેલ