________________
——( ૧૭૯ ) આત્મા પણ અજ્ઞાન છે. જે અજ્ઞાનને લીધે પ્રકૃતિમાં રહેલું સુખ વિગેરે, આત્મા, પિતાનું માને છે તે જ અજ્ઞાનને લીધે મુક્ત થએલે આત્મા પણ પ્રકૃતિમાં રહેલાં સુખ વિગેરે ફળને પિતાનાં કેમ નથી માનતે ? કારણ કે એ મુક્ત થએલે આત્મા પણ જ્ઞાન વિનાને લેવાથી અજ્ઞાનરૂ૫ અંધકારથી ઢંકાએલે છે. એ પ્રકારે જ્ઞાન અને આત્માનો સંબંધ નહિ માની એને ( જ્ઞાનનો) પ્રકૃતિ જેવી જડ ચીજ સાથે સંબંધ માનવાથી ઉપર જણાવેલ વાંધે આવે છે. હવે કદાચ સાંખ્યો અજ્ઞાનનો અર્થ રાગ વિગેરે કરે તો પણ ઘટે એવું નથી; કારણ કે એ રાગ વિગેરે પ્રકૃતિના ધર્મો છે માટે આત્માથી તદ્દન જુદા છે અને એમ હવાથી જ તે આત્માને ઢાંકી શકતાં નથી. જે અત્યંત જુદા હેવા છતાં એ રાગ વિગેરે, આત્માને ઢાંકી શકતા હોય તે મુક્ત થએલો આત્મા પણ એથી ઢંકાવો જોઈએ—એ પણ એનાથી અત્યંત જુદો છે. વળી, સંસારી આત્માને કરનાર ન માની માત્ર ભગવનારે જ માનવે એમાં પણ ઘણું ય દૂષણો આવે છે. લોકોમાં પણ “જે કરે એ જ ભોગવે ? એ વાત સુપ્રસિદ્ધ છે તે એથી ઊલટું એટલે “કરનાર કોઈ અને ભોગવનાર કેઈ” એવું શી રીતે મનાય? વળી, અમે (જેને) તો સાંખ્યોને પૂછીએ છીએ કે–પ્રકૃતિ અને પુરુષને સંગ કેણે કર્યો–આત્માએ કર્યો? કે પ્રકૃતિએ કર્યો ? જે તમો એમ માનો કે પ્રકૃતિ અને આત્માનો સંગ પ્રકૃતિએ કરેલ છે તે એ ગેરવ્યાજબી છે, કારણ કે પ્રકૃતિ તે બધે ઠેકાણે રહેલી છે એથી જે એ, બધે ઠેકાણે આત્મા અને પ્રકૃતિને સંગ કરાવ્યા કરતી હોય તે મુક્ત થએલા આત્માઓ પણ પ્રકૃતિથી વિખુટા શા માટે રહેવા જોઈએ? પ્રકૃતિ બધે ઠેકાણે પહોંચેલી હોવાથી આત્મા માત્રને પિતાની સાથે સંબંધ કરાવવાને સમર્થ છે માટે એક પણ આત્મા એનાથી વિખુટો ન રહેવું જોઈએ. હવે કદાચ એમ કહેવામાં આવે કે–આત્મા પોતે પ્રકૃતિને સંયોગ કરે છે, તે એ પણ વ્યાજબી નથી, કારણ કે એ (આત્મા) તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપવાળે હેવાથી શા