________________
(૧૮)– –
રહેતા નથી, તેથી વૈશેષિકે એ પણ મોક્ષને સુખમય માન જોઈએ અને તેમ કરી વેદની શ્રુતિનું માન જાળવવું જોઇએ..
- હવે સાંખ્ય મતવાળાઓને મેક્ષ સંબંધે જે અભિપ્રાય છે તે આ પ્રમાણે છે –તેઓ કહે છે કે આ પુરુષ (આમા) શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે અને એક સળીને પણ વાંકી વાળવા અશક્ત છે માટે અકર્તા છે તથા સાક્ષાત્ ભગવનાર પણ નથી. એ તે જડ અને ક્રિયા કરનારી એવી પ્રકૃતિને સમાશ્રિત છે અને તેથી જ તેને (આત્મા) ઉપર અજ્ઞાનનું અંધારું પથરાઈ રહેલું છે અને એમ છે માટે જ જે સુખ વિગેરે ફળ પ્રકૃતિમાં રહેનારું છે તેનું પ્રતિબિંબ પિતામાં પડે છે તેને પણ પિતાનું માની લે છે અને એવા મોહને લીધે પ્રકૃતિને સુખ સ્વભાવવાળી માનતે આત્મા સંસારમાં વાસ કરે છે. હવે જયારે એ આત્માને એવું ભાન એટલે વિવેક થાય છે કે “આ પ્રકૃતિ દુઃખને હેતુ છે અને એની સાથે સંબંધ રાખવામાં કાંઈ માલ નથી” ત્યારે એ (આત્મા), પ્રકૃતિએ કરેલા કર્મ–ફળને ભગવત નથી અને એ પ્રકૃતિ પણ એમ સમજે છે કે “આ આત્માએ મારી પિલ જાણી લીધી છે અને હવે એ મારું કરેલું કર્મ– ફળ ભોગવત નથી ” ત્યારે એ કાઢણ સ્ત્રીની પેઠે તેનાથી દૂર ખસે છે.
જ્યારે પ્રકૃતિની શક્તિ નરમ પડી જાય છે ત્યારે આત્મા એના મૂળ રૂપમાં આવી જાય છે એનું જ નામ મેક્ષ છે, અર્થાત મેક્ષદશામાં રહેલો આત્મા અનંત ચૈતન્યમય છે, કિંતુ આનંદમય નથી; કારણ કે આનંદ તે પ્રકૃતિને સ્વભાવ છે અને મેક્ષ–દશામાં એને તે તદ્દન નાશ થએલો છે. આ પ્રમાણે મોક્ષ વિષે સાંખ્યમતવાળાઓ અભિપ્રાય ધરાવે છે. તેને ઉત્તર જૈનમતવાળાઓ આ પ્રમાણે આપે છે –સાંખ્યમતવાળા એમ માને છે કે-જ્ઞાન એ બુદ્ધિને ધર્મ છે અને બુદ્ધિ જડે એવી પ્રકૃતિમાંથી પ્રગટે છે અર્થાત જ્ઞાન અને આત્માને કોઈ પ્રકારને સંબંધ નથી–આત્મા માત્ર અજ્ઞાન છે. જેમ આ આત્મા અજ્ઞાન છે તેમ તેની જ પેઠે મુક્ત થયેલ