________________
---( ૧૭૭ )
નથી. હવે તમે મોક્ષદશામાં સુખ માત્રને અભાવ માને તે તે અમારે કબૂલ હેઈ શકે નહીં, કારણ કે તમારો એ પક્ષ ખેટે છે. આત્મા સુખસ્વરૂપ છે માટે સુખ એ આત્માને સ્વભાવ છે અને એમ હેવાથી જ એ આત્માના સ્વભાવરૂપ સુખને કદી પણ નાશ થઈ શકે નહિ. જેમ આપણે વિષયનાં સુખેને અત્યંત ચાહીએ છીએ તેમ સૌ કઈ પિતપતાના આત્માને પણ અત્યંત ચાહે છે, માટે જ એમ સાબિત થઈ શકે છે કે આત્મા સુખમય છે. જે એ સુખમય ન હતા તે એને (આત્માને) કેાઈ પણ ચાહત નહિ. વળી વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા મુમુક્ષુઓ માત્ર સુખને માટે જ પ્રયત્ન કરી રહ્યા છે અને એ સુખ મોક્ષદશામાં મળે એવું છે. મેક્ષ–દશામાં જે સુખ રહેલું છે તે અવધિ વિનાનું છે અને અખંડ તથા ઘણામાં ઘણું છે–એથી વધારે સુખ બીજે કઈ ઠેકાણે સંભવી શકતું નથી. જે જે ગુણમાં તરતમપણું જણાય છે તે ગુણનું તરતમપણું કઈ ઠેકાણે જરૂર અટકી જવું જોઈએ. જેમ પરિણામનું તરતમપણું આકાશમાં અટકયું છે તેમ સુખનું પણ તરતમપણે મોક્ષ-દશામાં અટકર્યું છે માટે જ મોક્ષદશાનું સુખ અવધિ વિનાનું છે એમ કહેવામાં આવ્યું છે. વળી, અમે વૈશેષિકેને જણાવીએ છીએ કે તેઓએ માનેલી વેદની કૃતિઓ પણ મોક્ષ-દશાનાં સુખનું વર્ણન આ પ્રમાણે કરી રહી છે –“ બ્રહ્મનું રૂપ આનંદ છે અને તે મોક્ષ-દશામાં પ્રકટ થાય છે. તે સમયનું બ્રહ્મનું રૂપ જોઈને બધાં બંધને છૂટી જાય છે અને એ જ વખત–મોક્ષદશામાં–આત્મા પિતામાં નિત્ય એવા આનંદનો લાભ મેળવે છે.” વળી બીજી શ્રુતિ આ પ્રમાણે છે:–“જ્યાં માત્ર બુદ્ધિ જ પહોંચી શકે, ઈદ્રિય ન પહોંચી શકે એવું કદી પણ નાશ ન પામનારું સુખ રહે છે તેનું નામ મોક્ષ છે અને એ મોક્ષને અપૂર્ણ મનુષ્યો મેળવી શકતા નથી” માટે મોક્ષ સુખમય છે એ વાતમાં હવે કશે વિવાદ કે વાંધે ૧૨