________________
(૧૭૬)
–
મળ્યા કરે છે, માટે વૈશેષિક મતવાળાએ મોક્ષનું જે સ્વરૂપ કયું છે તે કોઈને પણ ગમે તેવું નથી. કહ્યું છે કે વૃંદાવનમાં નિવાસ કરે સાર, શિઆળો સાથે વસવું સારું પરંતુ ગૌતમ ઋષિ, વૈશેષિકાએ માનેલી મુક્તિને મેળવવા રાજી નથી.” એ જ પ્રમાણે મેક્ષ સંબંધે મીમાંસા મતવાળા પણ કહે છે કે –“જ્યાં સુધી વાસના વિગેરે આત્માના બધા ગુણોને સમૂળ નાશ થયો નથી ત્યાં સુધી દુઃખને સમૂળ (તદ્દન) નાશ થઈ શકતું નથી. સુખ અને દુઃખનું કારણ ધર્મ અને અધર્મ છે અને એ (ધર્મ અને અધર્મ) બને જ સંસારરૂપ ઘરના થાંભલા છે. એ બને થાંભલાનો નાશ થવાથી શરીર વગેરે ટકી શક્તા નથી અને એમ થવાથી જ આત્માને સુખ દુઃખ હોઈ શકતાં નથી માટે જ એ મુક્ત આત્મા કહેવાય છે. જ્યારે આત્મા મેક્ષની દશાને પહોંચે છે ત્યારે તે કેવો હોય છે ? તને ઉત્તર આ પ્રમાણે છે –એ મુક્ત આત્મા પિતાના રવરૂપમાં રહેલું હોય છે, બધા ગુણોથી છેડાએલે હેય છે. અને એ વખતનું એનું રૂપ સંસારનાં બંધનથી રહિત અને દુ:ખ તથા કલેશ વિનાનું છ ઊર્મિઓથી પર હોય છે એમ પંડિત લેકે કહે છે. કામ, ક્રોધ, મદ, ગર્વ, લેભ અને દંભ–એ છ ઊર્મિઓ છે. વળી તેઓ (મીમાંસા મતવાળા) કહે છે કે “જ્યાં સુધી આત્મા શરીરધારી હેય છે ત્યાં સુધી તેને સુખ અને દુઃખ થાય છે અને શરીર વિનાના આત્માને સુખ અને દુઃખને સ્પર્શ સુદ્ધાં હેત નથી.” એ બધા મીમાંસા મતવાળાને મેક્ષ વિષેને અભિપ્રાય વૈશેષિક મતવાળાની જેવો જ જૂઠે જાણવાને છે. વળી અમે (જૈન) વૈશેષિક મતવાળાને પૂછીએ છીએ કે–તમે મોક્ષદશામાં સુખ માત્રને તદ્દન અભાવ જ માને છે કે જે સુખ શુભ કર્મનાં પરિણામરૂપ છે તેને જ ફક્ત અભાવ માને છે? જે શુભ કર્મનાં પરિણામરૂપ સુખને જ અભાવ માનતા હે તે એમાં અમારો કશો વાંધો નથી, કારણ કે અમે પણ એમ માનીએ છીએ કે મોક્ષદશામાં કોઈ પણ કર્મથી પેદા થતાં સુખો તે રહેતાં જ