________________
– ૧૭૫ )
ક્રિયા કરવાની હકીકત ઘટી શકે એવી છે. વળી, તમે જે દીવાના સંતાનના નાશનું જે ઉદાહરણ આપ્યું છે તે પણ ઘટી શકે એવું નથી; કારણ કે એ સંતાનને તદ્દન નાશ થતો જ નથી, કિંતુ એમાં ફક્ત રૂપફેર થાય છે એટલે તૈજસ પરમાણુઓ પિતાનું ચળકતું રૂપ છોડીને સંયોગ અને સામગ્રી વશે અંધકારરૂપે પરિણમે છે. જેમ પદાર્થ માત્ર પિતાના પૂર્વ રૂપનો પરિત્યાગ કરે છે અને ભવિષ્યનું નવીન રૂપ ધારણ કરે છે તથા પિતાનું પિતા પણું મૂકતો નથી તેમ દીવો પણ એ ત્રણે જાતની સ્થિતિમાં વર્તો એ છે માટે એનો તદ્દન નાશ શી રીતે હાઈ શકે? આ વિષે અહીં ઘણું કહી શકાય એવું છે તે પણ તેને વિસ્તારથી “અનેકાંત–પ્રધદ્રક”માં કહીશું. વળી, તમે જે બુદ્ધિ વિગેરે ગુણોને તદ્દન નાશ જણવો છે તે શું એ ગુણો ઈદ્રિયથી ઉત્પન્ન થનારા છે કે અતિક્રિય–જેને ઈદ્રિયો પણ ન પહોંચી શકે એવા છે? જે તમો ઈદ્રિયથી ઉત્પન્ન થનારા બુદ્ધિ વિગેરે ગુણોને નાશ માનતા હે તે અમારે પણ કાંઈ વાંધા જેવું નથી; કારણ કે, અમે પણ એમ જ માનીએ છીએ કે મોક્ષદશામાં ઈદ્રિ કે ઈદ્રિયોથી ઉત્પન્ન થનારા અનુભો એમાંનું કશું પણ હયાત રહેતું નથી. જો તમે એમ માનશે કે મેક્ષદશામાં અતીંદિય ગુણોને પણ નાશ થઈ જાય છે તે એમાં જે વાં આવે છે તે આ પ્રમાણે છે–સંસારમાં જે કંઈ મનુષ્ય મોક્ષના અથી છે તે બધાય મેક્ષ તરફ એવું ધારીને પ્રવૃત્તિ કરે છે કે-એક્ષદશામાં અનંતું અને કેાઈ સુખની સરખામણીમાં ન આવે એવું સુખ અને જ્ઞાન કાયમ રહે છે. તેઓની કેઈની પણ એવી ઇચ્છા તો હતી જ નથી કે, મોક્ષ પામ્યા પછી આજે જ્ઞાન અને સુખ વિગેરે વર્તમાનમાં છે તે પણુ ગુમાવવાં પડશે અને એક પત્થર જેવી દશા ભેગવવી પડશે. જે ખરેખરી રીતે મોક્ષદશામાં પત્થરની પેઠે જડ જેવા થઈને પડયું રહેવું પડે તેમ હોય તે એક પણ મનુષ્ય મોક્ષ માટે પ્રવૃત્તિ કરે નહિ–એવા મોક્ષ કરતાં તે આ સંસાર જ ભલો છે કે જેમાં થોડું થોડું તો સુખ