________________
( ૧૭૪)
–
તન, મન અને વચનની નવીન પ્રવૃત્તિનો અટકાવ થાય છે અને એ અટકાવ થયા પછી ધર્મ અને અધર્મની નવી પેદાશ થતી અટકે છે અને જે ધર્મ અને અધર્મ જૂના છે-પૂર્વે કરેલા છે–તેને ક્ષય તો તે દ્વારા બનેલાં શરીર અને ઈદ્રિ તથા શારીરિક અને ઇદ્રિયજન્ય સુખાદિ ફળ ભોગવવાથી થઈ જાય છે તથા જે ધર્મ અને અધર્મ હવે પછી ભવિષ્યમાં થયેલા છે તેને ક્ષય પણ (તે દ્વારા મળતાં) તેનાં ફળને ઉપભોગ કરવાથી થઈ શકે છે–-એ પ્રકારે એ ગુણોના સંતાનને નાશ થવાનો ક્રમ છે અને એમાં ઇદ્રિયથી ઉત્પન્ન થતા બુદ્ધિ, સુખ અને બીજા પણ ગુણો આવી જાય છે. આ પ્રમાણે મોક્ષની દશામાં આત્મામાં બુદ્ધિ કે -સુખ રહી શકતાં નથી તે પછી એને (આત્માને) અનંત સુખવાળો અને
અનંત જ્ઞાનવાળો શી રીતે માની શકાય? આ જાતના વૈશેષિક મતવાળાના પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે;––ઉપર જે બુદ્ધિ વિગેરે નવ ગુણોને નાશ થવાનું જણાવ્યું છે તે સંબંધે પૂછવાનું છે કે શું એ ગુણ આમાથી તદ્દન જુદા છે? કે એ ગુણો અને આત્મા એ બને એક છે? જે એ ગુણેને આત્માથી તદ્દન જુદા માનવામાં આવે તે એને ઘેડા અને હાથીની પેઠે આત્મા સાથે કરશે સંબંધ ન હોવાથી એને આત્માના ગુણો જ શી રીતે કહેવાય? જો એ ગુણે અને આત્મા એ બને તદ્દન એક હેાય તે ગુણોને નાશ થયા પછી આત્માને પણુ નાશ થવો જોઈએ, તે પછી મેક્ષ કોને થશે ? હવે જો આત્મા અને એ ગુણે એ બન્ને વચ્ચે કોઈ અપેક્ષાએ ભેદ અને કેઈ અપેક્ષાએ અભેદ–એમ માનવામાં આવે તે તમોએ માનેલે એકાંતવાદને સિદ્ધાંત ખેટે ઠરશે. વળી તમે જે ગુણોના સંતાનને નાશવંત કહે છે તે ખોટું છે–વિરુદ્ધ છે; કારણ કે જે સંતાનને પ્રવાહ પરસ્પર કાર્ય-કારણભાવને સંબંધ ધરાવે છે તે તદ્દન નિત્ય અથવા તદ્દન અનિત્ય હેઈ શકતા નથી. -જો એ પ્રવાહને સર્વથા નિત્ય કે અનિત્ય જ માનવામાં આવે તે એ કાર્ય–કારણરુપ હેઈ શકતો નથી. જે વસ્તુ નિત્યાનિત્ય હોય છે તેમાં જ