________________
---( ૧૭૩ )
એ વિષે ત્રણ મત છે અને તે આ પ્રમાણે છેઃ–વૈશેષિક મતવાળા, એમ માને છે કે મુક્તિને પામેલા આત્માના બુદ્ધિ, સુખ, દુઃખ વિગેરે ગુણે નાશ પામી જતા હેવાથી એ ત્યાં (મેક્ષમાં) શી રીતે સુખી હેઈ શકે? ૧. બદ્ધ મતવાળા એમ માને છે કે ત્યાં તે ચિત્તને તદન વિનાશ થઈ જતું હોવાથી આત્મા પિતે જ રહી શકતો નથી, તે પછી સુખ તો હોય જ કયાંથી? ૨. સાંખ્યમતવાળા એમ માને છે કે મેક્ષમાં સુખ હોય તેથી આત્માને શું ? કારણ કે એ પોતે ભોગવવાની શક્તિ જ ધરાવતું નથી એથી ત્યાંને આત્મા શી રીતે સુખી હોઈ શકે ? ૩. એત્રણમાંના પ્રથમ મતવાળાને આપવાનો ઉત્તર આ પ્રમાણે છે:–
-
પહેલાં એ મતવાળાને પક્ષ ઉઠાવી પછી એનું જ સમાધાન કરવાનું છે અને તે આ રીતે છે--વૈશેષિક મતવાળા કહે છે કે મોક્ષદશામાં બુદ્ધિ, સુખ વિગેરે ગુણે નાશ પામી જતા હેવાથી એ દશાને પહોંચેલા આત્મામાં વિશુદ્ધ જ્ઞાન કે વિશુદ્ધ સુખ શી રીતે હોઈ શકે? કારણ કે મોક્ષનું સ્વરૂપ આ પ્રમાણે છે-જીવના નવ વિશેષ ગુણ છે-- બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇરછા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, ભાવના અને દ્વેષ-એ નવેને સમૂળગો નાશ થયા પછી જીવ, પિતાના સ્વરૂપમાં આવી શકે છે અને એ જીવનું પિતાના સ્વરૂપમાં આવવું એ જ મોક્ષ છે. એ નવેગુણે એક સંતાનરૂપ હેવાથી દીવાના સંતાનની પેઠે. તદ્દન નાશ પામી. શકે છે. એ પ્રકારના અનુમાનમાં કોઈ જાતનું દૂષણ આવી શકે એમ નથી. તેમ એ અનુમાનની સામે એને અટકાવનારું એવું બીજું કઈ પ્રમાણુ. પણ મળતું નથી. એ ગુણેના સંતાનને નાશ થવાને ક્રમ આ પ્રમાણે છે – હરહંમેશ શાસ્ત્રને અભ્યાસ કરવાથી આત્માને તત્વજ્ઞાનની એટલે પિતાના સ્વરૂપની અને સંસારના પ્રપંચની ખબર પડે છે–તેમ થવાથી તેનું મિથ્યા, જ્ઞાન નાશ પામે છે, મિથ્યા જ્ઞાન નાશ પામવાથી એના (મિથ્યા જ્ઞાનના) ફળરૂપે રહેલા રાગ વિગેરેને વિલય થાય છે, રાગ વિગેરેને નાશ થવાથી