________________
( ૧૭ )
–
ન ટકે તે એને (જીવન) અજીવ માન જોઈએ અને અજીવને મોક્ષ ન થતું હોવાથી એને (જીવન) મોક્ષ શી રીતે ઘટે? માટે મેક્ષની દશામાં પણ જીવનું જીવપણું કાયમ રાખવા માટે જીવને શરીરવાળો અને ઈદ્રિયવાળો માનવો જોઈએ. એને ઉત્તર આ પ્રમાણે છે પ્રાણ બે પ્રકારના છે. એક દ્રવ્ય પ્રાણુ અને બીજા ભાવ પ્રાણુ. જો કે મોક્ષમાં દ્રવ્ય-પ્રાણું હેતા નથી, પરંતુ એકલા ભાવ-પ્રાણ હોય છે. અને એ ભાવ-પ્રાણોને ધારણ કરતા જીવ ત્યાં પણ જીવ્યા કરે છે માટે દ્રવ્યપ્રાણોને વિયોગ થવા છતાં પણ એના જીવપણામાં જરા પણ ખામી આવતી નથી. એ ભાવ-પ્રાણે આ પ્રમાણે છે–ક્ષાયિક સમતિ, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક વીર્ય, ક્ષાયિક દર્શન અને ક્ષાયિક સુખ. એ જીવમાં, કે જે મોક્ષને પામેલા છે-અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ રહેલાં છે. મેક્ષમાં જે અનંત સુખ છે તે પરમ આનંદમય છે અને સંસારમાં જણાતા સુખથી તદ્દન જુદું છે. જે સુખ મેક્ષને પામેલા છે અનુભવે છે તે, મનુષ્યોને નથી અને દેવોને પણું નથી. બધા કાળનું દેવેનું અસંતું સુખ એકઠું કરીએ તો પણ તે, મેક્ષ-સુખના અનંતમા ભાગને પણ પહોંચી શકે નહિ. સિદ્ધના જેનું સુખ એટલું બધું છે કે, જે તેના અનંત ભાગ કરવામાં (કલ્પવામાં) આવે તો પણ તે બધા આકાશમાં સમાઈ શકે નહિ. એ વિષે યોગશાસ્ત્રમાં નીચે પ્રમાણે જણાવ્યું છે –“દેવ, દાનવ અને મનુષ્યના દ્રો, ત્રણ જગતમાં જે સુખને અનુભવે છે તે સુખમોક્ષસુખના અનંતમા ભાગ જેટલું પણ ન હોઈ શકે.” એ જે સુખ છે તે વાર ભાવિક છે, શાશ્વત છે અને ઈદ્રિયથી પણ વદી શકાય એવું નથી– એને તે માત્ર આત્મા જ વેદી શકે છે. એવું સુખ, મેક્ષમાં હેવાથી એને ચારે પુરુષાર્થમાં વડે પુરુષાર્થ કહેવામાં આવે છે.
મોક્ષને પામેલા જીવો-સિદ્ધના જીવો–સુખને અનુભવે છે કે નહિ?