________________
( ૧૬૮)–– તદ્દન અભેદ ધરાવતી હોય તેમાંથી એકને નાશ થયે બીજીને પણ નાશ થ જ જોઈએ; માટે રાગ વિગેરેને આત્માથી તદ્દન ભિન્ન કે અભિન્ન ન માનતાં કોઈ અપેક્ષાએ ભિન્ન અને કેઈ અપેક્ષાએ અભિન્ન એમ ભિન્નભિન્ન માનવા જોઈએ અને એમ માનવામાં કાંઈ દૂષણ હોય તેમ જાતું નથી.
હવે એમ પૂછવામાં આવે કે–આત્માને શરીર અને કર્મ વિગેરેને તદન વિયોગ થયા પછી લેકના છેડા સુધી ઊંચું જવાનું શું કારણ છે ? એને ઉત્તર આ પ્રમાણે છે:–જેમ કુંભાર ચાકડાને એક વાર ગતિ આપે છે અને પછી ફક્ત એ ગતિના વેગને લીધે ચાકડે ફર્યા કરે છે, એક વાર હિંડોળો હલાવ્યા પછી વેગને લીધે હિંડોળો હાલ્યા કરે છે, એક વાર આરંભમાં જ બાણને ગતિ આપવાથી તે ઘણે દૂર સુધી પહોંચી જાય છે એ જ પ્રકારે કર્મોને નાશ થયા પછી પણ એના વેગને લીધે આત્મા, ઠેઠ લેકના છેડા સુધી ઊંચે પહોંચી જાય છે. તથા જેમ એક તુંબડા ઉપર સાતથરો માટીને લેપ લગાવ્યો હોય અને પછી એને પાણીમાં નાખતાં જ ડૂબી જાય છે. ત્યાર બાદ જેમ જેમ પાણીના સહવાસને લીધે ઉપરના માટીના થરો ઓગળતા જાય છે–ઉખડતા જાય છે તેમ તેમ એ તુ બડું ઊંચું આવતું જાય છે અને બધી માટી તદ્દન ઓગળી ગયા પછી તો એ તુંબડું તદ્દન પાણીની ઉપર આવીને તરે તેમ આત્મા પણ જેમ કમને ભાર ઓછો કરતો જાય છે તેમ તેમ ઊંચે આવતે જાય છે અને જ્યારે એની ઉપરનો કર્મને બે તદ્દન ઉખડી જાય છે ત્યારે એ, તુંબડાની પેઠે ઠેઠ લેકનાં ઉપરના ભાગ સુધી પહોંચી જાય છે. જેમ એરડાની શિંગ ફાડતાં જ તેની અંદરનાં બી ઉડે છે તેમ કર્મનાં બંધનોનો નાશ થતાં જ આત્મા ઉંચાણ તરફ ગતિ કરે છે. જીવોની મૂળ પ્રકૃતિ ઊંચે જવાની છે અને જડની મૂળ પ્રકૃતિ નીચે જવાની છે. જેમ સ્વભાવે કરીને ઢેડું નીચું પડે છે, વાયુ તીરછી વાય છે અને