________________
– ૧૬૭) શકતા નથી. પરંતુ જે ગુણે નિમિત્તને લઈને આવેલા હોય છે તે બધા તે નિમિત્ત ખસ્યા પછી ખસી જતા હોવાથી તેને માટે જ ઉપર જણાવેલે ઘટાડાને નિયમ લાગુ થઈ શકે છે અર્થાત્ આત્મા પરિણામી નિત્ય છે માટે ગમે તેવા જ્ઞાનાવરણીયનો ઉદય થયું હોય તે પણ આત્માના રવભાવભૂત જ્ઞાનને નાશ કદી ય થઈ શકે નહિ અને જે રાગ વિગેરે, લેબ વિગેરેનાં કારણોને લીધે આત્મામાં આવેલા છે તે બધા , તે લોભ વિગેરેને નાશ થયે એક ક્ષણ પણ ટકે તેવા નથી–જે જે ભાવે જે નિમિત્તને લીધે આવેલા હોય તે ભાવો પિતાનું તે સહચર નિમિત્ત ન રહે તે રહી શકે જ નહિ. આ નિયમ બધે ઠેકાણે લાગુ થઈ શકે એવો છે અને અહીં રાગ દ્વેષને પણ એ જ નિયમ લાગુ થાય છે. એથી શરીરની પેઠે આત્માને રાગ અને દ્વેષને પણ તદ્દન વિગ થાય એમાં કાંઈ અઘટતું નથી. વળી, જે આગળ જણાવ્યું છે કે,
જે અનાદિનું હેય છે તેને કદી પણ નાશ થઈ શકતો નથી” એ નિયમ પણ બરાબર નથી; કારણ કે, “પ્રાગભાવ' નામને અભાવ, અનાદિને હોવા છતાં નાશ પામે છે, એમ સૌ કોઈ પ્રામાણિક પુરુષ સ્વીકારે છે. વળી, સેનું અને માટી–એ બેને સંબંધ અનાદિકાળનો છે તો પણ ખાર અને તાપના પ્રયોગથી એને નાશ થઈ શકે છે–એ સૌ કેઈની જાણમાં છે માટે “જે અનાદિનું હોય તેને નાશ થઈ શકે નહિ.”
એ નિયમ બરાબર નથી. હવે એમ પૂછવામાં આવે કે-રાગ વિગેરે ગુણો આત્માથી ભિન્ન છે કે અભિન્ન છે? જો એ બધાને આત્માથી તદ્દન ભિન્ન જ માનવામાં આવે તે જેમ મોક્ષને પામેલા આત્માઓ રાગ વિગેરેથી ભિન્ન છે અને વીતરાગ છે તેમ દરેક આત્માઓ રાગ વિગેરેથી ભિન્ન હોવાથી વીતરાગ હોવા જોઈએ અને જે એ બધાને આત્માથી તદ્દન અભિન્ન જ માનવામાં આવે તે જેમ ઘડાને નાશ થયે સાથે એના ગુણોને પણ નાશ થઈ જાય છે તેમ રાગ વિગેરેનો નાશ થયે આત્માને પણ નાશ થવો જોઈએ. કારણ કે જે બે વસ્તુ પરસ્પર