________________
(૧૮૬)
જાણવામાં આવ્યા પછી તે ઉપરથી ક્રમે ક્રમે રાગથી વિરુદ્ધ ભાવના કરવાથી તેઓને રાગ ઓછો થતે ચાલ્યો જાય છે—એ હકીકત સૌ કોઈના જાણવામાં આવે તેવી હેવાથી વિવાદ વિનાની છે માટે જ એ, ઉપરના અનુમાનને ટકે આપે એવી છે અર્થાત રાગ વિગેરેમાં પણ ઘટાડો થવાને અનુભવ થતો હોવાથી કોઈ સમયે, સમય વિગેરેની જોઇતી સામગ્રીને જોગ થશે અને ભાવનાનું બળ જામે એને (રાગ વિગેરેને) પણ તદન ક્ષય થવો ગેરવ્યાજબી જણાતો નથી માટે જેમ જીવને શરીરને તદ્દન વિયોગ થઈ શકે છે તેમ રાગ વિગેરેને પણ તદ્દન વિયોગ થઈ શકે છે. –એમાં કઈ પ્રકારનું દૂષણ આવે એવું નથી.
એ વિષે કદાચ એમ કહેવામાં આવે કે–જેમ જ્ઞાનાવરણીય કર્મને ઉદય થયે જ્ઞાનમાં ઘટાડો થતે અનુભવાય છે અને એ કર્મને અત્યંત ઉદય થયે કાંઈ જ્ઞાનને સર્વથા નાશ થતે જ|તે નથી તેથી “જે ભાવનો. થડે પણ ઘટાડો થઈ શકતું હોય તે ભાવને કઈ વખતે તદ્દન ઘટાડે પણ થવું જોઈએ એ જાતને નિયમ સચવાતું નથી અને એમ હોવાથી જ એ નિયમ, રાગ વિગેરેમાં લાગુ થઈ શકે નહિ. તેથી, રાગથી વિરુદ્ધ ભાવના કયે પણ આત્માને રાગ વિગેરેને તદ્દન વિયોગ શી રીતે ઘટી શકે? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે–આત્મામાં જે જે ગુણે છે તે બે પ્રકારના છે–એક તે આત્મામાં સ્વભાવે કરીને રહેલા અને બીજા બહારનાં નિમિત્તોને લીધે આત્મામાં આવેલા. આ જે જ્ઞાન ગુણ છે તે, આભામાં સ્વભાવે કરીને રહે છે અને આ જે રાગ દ્વેષ વિગેરે છે તે, આત્મામાં બહારનાં નિમિત્તને લઈને આવેલા છે. જે ગુણો
સ્વભાવે કરીને રહેલા છે તેને માટે ઉપર જણાવેલ ઘટાડાને લગત. નિયમ લાગુ થતું નથી, કિંતુ જે ગુણો બહારનાં નિમિત્તને લઈને આવેલા છે તેને જ એ નિયમ લાગુ કરવાનો છે; કારણ કે, જે ગુણો સ્વભાવે કરીને રહેલા હોય છે તે તે સ્વભાવસ્મ હોવાથી કદી પણ ભુંસાઈ