________________
(૧૬)
આટલા જ જ્ઞાનને દાબી શકે છે. અને પ્રદેશ એટલે કર્મનાં અણુઓને જથ્થો. એ પ્રકારે મુખ્યપણે કર્મ–બંધના આ ચાર પ્રકાર છે તે પણ એના આઠ અને એકસો અઠ્ઠાવન પ્રકાર પણ થઈ શકે છે. આઠ પ્રકાર તે એની મૂળ પ્રકૃતિના છે અને તે આ પ્રમાણે છે –જ્ઞાનાવરણ, દર્શનવરણ, મોહનીય, અંતરાય, વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય. એની ઉત્તરપ્રકૃતિના એટલે પેટા પ્રકૃતિના બધા મળીને ૧૫ પ્રકાર છે અને તે પણ. વૃત્તિની તીવ્રતા, તીવ્રતરતા, તીવ્રતમતા તથા મંદતા, મંદતરતા અને મંદતમતાના કારણથી ઘણું પ્રકારના થઈ જાય છે. આ બધા કર્મબંધના પ્રકારે કર્મગ્રંથથી જાણી લેવાના છે.
હવે બંધ-તત્વનું સ્વરૂપ કહ્યા પછી નિર્જરા–તત્વનું સ્વરૂપ આ પ્રમાણે કહે છે –
નિજર અને મોક્ષ જે જે કર્મો, જીવ ઉપર બાઝી ગયાં છે તેના ખરી પડવાને નિર્જરા કહે છે અને જીવ અને શરીરને જે તદ્દન વિયેગફરી વાર કદી પણ સંગ ન થાય એ વિગ–એને મેક્ષ કહેવામાં આવે છે.
બાર પ્રકારનાં તપવડે જીવ ઉપર ચૂંટી ગએલાં જ્ઞાનાવરણાદિ કર્મો ખરી પડે છે અને એને નિર્જરા કહેવામાં આવે છે. એ નિર્જરા બે પ્રકારની છે –સકામ અને અકામ. જે લેકે પિતાની ઇચ્છાથી આકરું તપ કરે છે, ધ્યાન ધરે છે અને બાવીશ પ્રકારના પરિષહેને સહન, કરે છે તથા માથાના વાળ ખેંચી કાઢે છે અને એ પ્રકારે અનેક રીતે દેહને દમે છે તથા અઢાર શીલાંગોને ધારણ કરે છે, કઈ જાતને પતિગ્રહ રાખતા નથી અને શરીર પ્રતિ જરા પણ મૂચ્છ રાખતા નથી–શરીરજે મેલ પણ સાફ કરતા નથી એવા મહાનુભાવોની નિર્જરાને “સકામ