________________
( ૧૬૩),
‘ઉપરનાં કર્મોને છે. પરંતુ જૈનદર્શન તે એ જાતનો સંબંધ માનતું નથી..
એ તે કહે છે કે ભેગાં થએલાં દૂધ અને પાણીને જે સંબંધ હોય વા ભેગાં થએલાં અગ્નિ અને લોઢાને જે સંબંધ હોય તેવો જ સંબંધ જીવ અને કર્મનાં પરમાણુઓ વચ્ચે છે. અહીં કદાચ એમ કહેવામાં આવે કે, જીવ તે અમૂર્ત છે–એને કોઈ જાતને આકાર નથી, એને. હાથ, પગ પણ નથી; તે પછી એ, શી રીતે કર્મનાં પરમાણુઓનું ગ્રહણ કરશે ? એને ઉત્તર આ પ્રમાણે છે:-જીવ અને કર્મ વચ્ચે આજ અનાદિકાળને સંબંધ છે અને તે સંબંધ પણ જે તેને નહિ, કિંતુ ભેગાં મળેલાં દૂધ અને પાણીની જેવો છે, માટે એ જાતના સંબંધથી બંધાએલા આત્માને અમે અમૂર્ત નથી માનતા---મૂર્ત જ એટલે આકારવાળો માનીએ છીએ. વળી, કાંઈ કર્મનાં પરમાણુઓ હાથે ભાતાં નથી, એ તે વૃત્તિઓ એટલે વિચારવડે જ ખેંચાય છે. જેમ કોઈ પુરુષ, શરીરે તેલ ચેળાવીને ઉઘાડ બેઠા હોય તો હાથ હલાવ્યા વિના જ એના શરીર ઉપર ચારે તરફ ઊડતી રજ એંટી જાય છે તેમ રાગ, દ્વેષ અને મોહની વૃત્તિવાળા આત્માના એક એક પ્રદેશ ઉપર ચારે તરફ ભરેલાં કર્મનાં પરમાણુઆ એંટી જાય છે અને એવી સ્થિતિમાં રહેલાં-સંસારમાં રઝળતા આત્માને અમે અનેકાંતવાદીઓ એ અપેક્ષાએ મૂર્ત પણ માનીએ છીએ. એ પ્રકારે હાથ પગ વિનાને આત્મા, કર્મનાં પરમાણુઓનું ગ્રહણુ શી રીતે કરી શકશે? એ કલ્પના ખોટી ઠરી શકે છે. કર્મને બંધ બે પ્રકારને છે – એક પ્રશસ્ત બંધ અને બીજો અપ્રશસ્ત બંધ. વળી, કર્મને બંધ ચાર પ્રકાર છે;–પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિ એટલે સ્વભાવ જેમકે, જ્ઞાનાવરણ નામના કર્મને સ્વભાવ જ્ઞાનને દાબી દેવાને એટલે અટકાવવાને છે. સ્થિતિ એટલે કર્મના ટકાવની મર્યાદા, જેમકે, અમુક કર્મ અમુક વખત સુધી ટકી શકે છે. એ મર્યાદા થવાનું કારણ વૃત્તિની તીવ્રતા અને મંદતા છે. રસ એટલે આત્માની શક્તિને દાબવાની કર્મમાં રહેલી તાકાત, જેમકે, અમુક જાતનું જ્ઞાનાવરણ કર્મ, આત્માના