________________
(૧૨) –
સંવર અને બંધ
હવે સંવર અને બંધ તત્વનું વિવરણ આ પ્રમાણે છે –
આસવના અટકાવને જૈનશાસ્ત્રમાં સંવર કહ્યો છે. જીવ અને કર્મ એ બન્નેને દૂધ અને પાણીની જે જે પરસ્પર સંબંધ તેને બંધ કહેવામાં આવે છે.
સમ્યગ્દર્શનવડે મિથ્યાત્વને, ત્યાગવડે અવિરતિનો, અપ્રમાદવડે પ્રમાદને, ક્ષમાદિ ગુણવડે કષાયને તથા મન, તન અને વચનના દમનવડે અને પવિત્ર વિચારવડે મન, તન અને વચનની પ્રવૃત્તિઓને અટકાવ કરવામાં આવે છે તેને સંવર કહેવામાં આવે છે. ખરે સંવર તો આત્મામાં કર્યગ્રહણના હેતુને અભાવ છે. એ સંવર બે જાતને છે – એક સર્વસંવર–તદ્દન સંવર અને બીજે દેશસંવર્થડે થડે સંવર. જે. સમયે જ્ઞાની પુરુષ, નાની કે મોટી બધી પ્રવૃત્તિઓને રોકી રાખી તદ્દન અક્રિય–ક્રિયા વિનાને થઈ જાય છે તે સમયે એ તદ્દન સંવર (સર્વ પ્રકારે સંવર–સર્વસંવર)માં હોય છે અને જ્યારથી મનુષ્યમાત્ર ચારિત્ર સુધારણા તરફ વળે છે ત્યારથી એ થોડે થે સંવર (દેશ સંવર) કર્યું જાય છે.
હવે બંધતત્ત્વનું વિવરણ આ પ્રમાણે છે –
જેમ દૂધ અને પાણી બને ભેગાં થયાં પછી જે એ બન્નેને પરસ્પર સંબંધ હોય છે તે જ જીવના પ્રદેશ અને કર્મનાં પરમાણુ એ બે વચ્ચે જે સંબંધ થાય છે તેને “બંધ” કહેવામાં આવે છે. અથવા જે વડે આત્મા પરતંત્રપણાને પામે એવા કર્મના (પુલના) પરિણામને બંધ” કહેવામાં આવે છે. ગેછામાહિલ નામને કઈ પતિ એમ માને છે કે જે શરીર અને તેની ઉપરનાં કપડાંને સંબંધ છે, સર્પ અને તેની ઉપરની કાંચળીને સંબંધ છે તેવો જ સંબંધ આત્મા અને તેની