________________
( ૧૬૧ ) જોઇએ, પરંતુ એમ માનતાં આ હરકત આવે છે કે–ક્યાંય બંધ સિવાય આસ્રવ રહી શકતા જ નથી—થઇ શકતા જ નથી માટે પહેલાં કમઅધ અને પછી આસ્રવ—એ રીતે માનવું પડશે અને એમ માનવામાં પણ આસ્રવ કમબંધના હેતુ કહ્યો છે, તે ગેરવ્યાજખી ઠરશે; કારણ કે કદી પણ પહેલાં કાય અને પછી હેતુ એવા કાય–કારણના ક્રમ હાઇ શકતા નથી, માટે આસ્રવ અને ક્રમબધ એ એનાં સ્થાન શી રીતે ગેાઠવવાં ? એ પ્રશ્નનેા ઉત્તર આ પ્રમાણે છેઃ—જેમ ખીજ અને વૃક્ષ એ એમાં પહેલું કયું અને પછી કયુ. એને આરે આવે તેમ નથી, પરંતુ એને પ્રવાહ વહ્યા કરે છે તેમ આસ્રવ અને અધમાં પણ પહેલું કયું અને પછી કર્યું એને આરા આવવાના નથી. એ તે પ્રવાહે નિરંતર ચાલ્યા જ કરે છે—એટલું ખરું કે વર્તમાનકાળના આસવના હેતુ પૂર્વકાળને કબંધ છે અને થનારા કંબંધને હેતુ વમાન કાળના આસ્રવ છે—એ બન્ને પ્રવાહે કરીને અનાદિના હોવાથી એના ક્રમની ભાંજગડ કરવી તદ્દન નકામી અને અર્થ વગરની છે અને બન્નેને પ્રવાહ પણ કેમ જાતના વાંધા વિનાના છે. પૂર્વકાળના બંધની અપેક્ષાએ આસ્રવ કારૂપ છે અને એ જ કારૂપ આસ્રવ થનારા કર્મબંધની અપેક્ષાએ કારણુરૂપ છે અને એ જ દૃષ્ટિએ અહીં આસવને કમબંધનું કારણ કહ્યું છે; માટે આસ્રવ અને ધના ક્રમમાં કાઇ જાતને વાંધા કે દૂષણુ આવે એવું નથી. મુખ્યપણે આ આસ્રવ એ જાતને છેઃ—પુણ્યના હેતુ અને અપુણ્યને હેતુ અને તરતમતાને લીધે એના નાના નાના ભેદો તેા ધણા છે. તન, મન અને વચનની શુભ કે અશુભ પ્રવૃત્તિની અર્થાત્ આસ્રવની હયાતી મનુષ્ય માત્ર પેતે પોતાના અનુભવથી જ જાણી શકે છે અને એ વડે જ તથા અનુમાનથી પણ બીજામાં એની હયાતી કલ્પી શકે છે. તેમ તેની ( આસ્રવની ) હયાતી માટે શાસ્ત્રા પણ સાક્ષી પૂરે છે માટે આસ્રવતત્ત્વમાં ક્રાઇ જાતને વાંધા રહે તેમ નથી.
૧૧