________________
(૧૬) – રનાં સૌંદર્ય વિગેરેનું કારણ પુણ્ય છે અને શરીરનાં બેડોળપણું વિગેરેનું કારણ પાપ છે અર્થાત આ યુતિથી પણ પુણ્ય અને પાપની હયાતી સાબિત થઈ શકે છે. અથવા છેવટે અમે એમ કહીએ છીએ કે–સર્વજ્ઞ પુરુષે એ બે તત્વની એટલે પુણ્ય અને પાપની હયાતી કહી છે; માટે દરેક મુમુક્ષુએ એના કહ્યા પ્રમાણે માનવું જોઈએ. આ વિષે અહીં લખ્યા કરતાં પણ વિશેષ ચર્ચા થઈ શકે એમ છે; પરંતુ લંબાણને ભયથી એને અહીં લખી નથી. જે ભાઈને એ વિશેષ ચર્ચાને રસ હોય તેને વિશેપાવશ્યકની ટીકા જેવાની ભલામણ છે,
હવે અહીં આવતત્ત્વનું સ્વરૂપ આ પ્રમાણે કહેવામાં આવે છે – “ આસવ” શબ્દને અર્થ આ પ્રમાણે છે – જેમ કુંડામાંથી પાણી ચૂએ છે તેમ જેમાંથી કર્મો ચૂએ છે તેનું નામ આઅવે છે. જે જે કારણથી કર્મો ચૂએ છે તેનાં નામ આ પ્રમાણે છે-મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને ગ. સાચા દેવ, સાચા ગુરુ અને સાચે ધર્મ એ ત્રણેને સાચા ન માની બેટા માનવાનું નામ મિથ્યાત્વ છે. હિંસા વિગેરે અશુભ ક્રિયાની પ્રવૃત્તિઓથી ન અટકવું–એનું નામ અવિરતિ છે. વિષયને સેવવા અને મધ પીવું-એનું નામ પ્રમાદ છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચારેને સંગ કરવો એનું નામ કષાય છે. મન, વચન અને તનની પ્રવૃત્તિ કરવી એનું નામ યોગ છે. ઉપર જણાવેલાં મિથ્યાત્વ વિગેરે પાંચ કર્મબંધનાં –જે વડે જ્ઞાન ન થાય વા ઓછું થાય એવા જ્ઞાનાવરથીય વિગેરે કર્મના બંધનાં કારણે છે અને એ બંધનાં કારણેને જ જૈનશાસનમાં આસવ કહે છે, અર્થાત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયની સાથે સંબંધ ધરાવતી તન, મન અને વચનની પ્રવૃત્તિઓ જ શુભ અને અશુભ કર્મનું કારણ હેવાથી આસવરૂપ છે. આસવ કર્મબંધને હેતુ છે માટે પહેલાં હેતુ અને પછી કાર્ય રહેવું જોઈએ અર્થાત પહેલાં આસવ અને પછી કર્મબંધ એ પ્રમાણે એ બેની હયાતી હોવી