________________
–(૧૫૯). ફળરૂપ છે અને એની ઓછી સંખ્યા જ પુણ્યની હયાતી માટે બસ છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે દાનાદિક શુભ ક્રિયાનું દુઃખ અને હિંસાદિક અશુભ ક્રિયાનું ફળ સુખ–એવું વિપરીત બંધારણ શા માટે ન હેય ? એને ઉત્તર આ પ્રમાણે છે–જે એવું વિપરીત બંધારણ સાચું હેત તે સંસારમાં દુઃખિયા ઘણું ઓછા દેખાવા જોઈએ અને બધે ઠેકાણે સુખિયા સુખિયા જ દેખાવા જોઈએ; કારણ કે દાનાદિક ક્રિયા કરનારા ઘણું ઓછા છે ત્યારે હિંસાદિક ક્રિયા કરનારા એનાથી અનેકગણા વધારે છે–આમ હેવાથી એ જાતનું વિપરીત બંધારણ સાચું હોઈ શકતું નથી. વળી પુણ્ય અને પાપની સાબિતી માટે આ એક બીજી પણ યુક્તિ છે –સૌ સરખા છે તે પણ એકનું શરીર સુંદર, સુડોળ, દેખાવડું, પાંચે ઈદ્રિયોથી પરિપૂર્ણ અને નિરોગી હોય છે ત્યારે બીજાનું શરીર કદ્રપું, બેડોળ, કેઈને ન ગમે એવું, ખેડવાળું અને રોગી હોય છે. કોઈ મનુષ્ય છે તે કોઈ પશુ છે–આ જાતની વિચિત્રતા છોમાં કારણ સિવાય ઘટી શકતી નથી. અને એ વિચિત્રતાનું જે કારણું છે તે જ પુણ્ય અને પાપ છે. કદાચ એમ કહેવામાં આવે કે, “બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા ” એ જાતના લૌકિક ન્યાયથી એ વિચિત્રતાનું કારણ મા બાપ જ હોઈ શકે છે, પરંતુ પરાક્ષ એવું પુણ્ય અને પાપ હઈ શકતું નથી. એને ઉત્તર આ પ્રમાણે છે – એ વિચિત્રતાનું કારણ મા બાપ જ હોઈ શકતાં હોય તે આંધળા માબાપની દેખતી પ્રજા અને દેખતા માબાપની આંધળી પ્રજા, કદ્રપા માબાપની સંડળ પ્રજા અને સુડોળ માબાપની બેડોળ પ્રા–એ જાતની વિચિત્રતા થવાનું શું કારણ? અથવા એક જ બાપના બે પુત્રમાં એક ચતુર અને બીજો મૂર્ખ, એક સુડોળ અને બીજો બેડોળ, એક ખેડ વિનાનો અને બીજો ખેડવાળો–ઈત્યાદિ વિચિત્રતા થવાનું શું કારણ? બરાબર વિચાર કરી જોતાં જાણી શકાય છે કે એ વિચિત્રતાનું કારણ માબાપ તે હોઈ શકતાં નથી, પરંતુ જીવનાં પોતપોતાનાં કર્મ–એટલે પુણ્ય અને પાપ-હોઈ શકે છે—શરી