________________
(૧૫૮)
–
કરતા જણાય છે કે જેનું ફળ નજરોનજર મળતું હોય અર્થાત દાન વિગેરે દેવાની જેવો ઉધાર ધંધો કરનારા ઘણુ ઓછા માણસે છે માટે ખેડ વિગેરે પ્રવૃત્તિની જેવું દાન વિગેરે ક્રિયાનું ફળ પણ પ્રત્યક્ષ જ છે અને એમ માનવું જ લેક–સમૂહને માન્ય પણ છે. જૈન સિદ્ધાંતની દૃષ્ટિએ તે ઉપરનું કથન તદ્દન ખોટું જણાય છે અને એ આ રીતે છે –તમારા કહેવા પ્રમાણે ખેડ અને વેપાર વિગેરે હિંસારૂપ ક્રિયા કરનારા ઘણું માણસ છે અને સ્વાર્થ ત્યાગ કરવાપૂર્વક દાન વિગેરે પવિત્ર ક્રિયા કરનારા ઘણા થોડા માણસે છે એ ઉપરથી જ એમ સાબિત થઈ શકે છે કે–એ હિંસારૂપ ક્રિયાનું ફળ, દુઃખનું કારણ પાપ છે; કારણ કે સંસારમાં સરવાળે સુખી કરતાં દુઃખી આત્માઓ ઘણું વધારે છે અને એ બધા અનેક પ્રકારની હિંસામય ક્રિયાઓ કરી રહ્યા છે. જે હવે તમારી માન્યતા મુજબ એ હિંસામય પ્રવૃત્તિનું ફળ પાપ ન હોય અને સંસારમાં મળતું જ કાંઈ પ્રત્યક્ષ ફળ હોય તે એ બધા પાપરહિત હેવાથી મરતાં જ સીધા મુક્તિ ભણી જવા જોઈએ અને ત્યાંથી કદી પણ પાછા ન ફરવા જોઈએ. જો આમ થાય તે સંસારને ૧૫ આની ભાગ એ જાતને હોવાથી શીધ્ર મુક્તિ મેળવી શકે અને પછી સંસારમાં ઘણું જ થોડા એટલે કે જેઓ સુખી સુખી છે તેઓ જ આપણી નજરે આવી શકે એથી “સંસારમાં અનંત જીવો છે,” એવી હકીક્ત ખોટી થવી જોઈએ અને એક પણ દુ;ખી આપણી નજરે ન દેખાવો જોઈએ; પરંતુ એમ તે કાંઈ જણાતું નથી એટલે સંસારમાં જોતાં માલૂમ પડે છે કે સુખિયા કરતાં દુખિયા અનેકગણું વધારે છે અને સુખિયાં તે ઘણા થોડા છે. સંસારની આ જાતની દશા ઉપરથી તે ઊલટું એમ ચેસ થઈ શકે છે કે જે આ દુઃખિયા લેકે જણાય છે તેઓ જ પૂર્વજન્મમાં કરેલી હિંસામય પ્રવૃત્તિઓના ફળરૂપ છે અને એ જ લકે પાપની હયાતી જણાવવાને પૂરતા છે અને જે આ ઘણું થડા સુખિયા લેકે જણાય છે તે પૂર્વ જન્મે કરેલી દાન વિગેરે શુભ પ્રવૃત્તિઓના