________________
-( ૧૫૭ ) સુખાદિના અનુભવના કારણને માનવું પડશે અને જે એ કારણરૂપે ઠરશે, તે પુણ્ય અને પાપ સિવાય ખીજું હાઇ શકશે નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે “ સામગ્રીની સરખાઇ હોવા છતાં જે તેના ફળમાં વિશેષતા જણાય છે અર્થાત્ જે સામગ્રી કાઇને વધારે અને કાઇને એથ્રુ સુખ દુઃખ પેદા કરે છે અથવા જે એક સામગ્રી એકને સુખી કરે છે અને તે જ સામગ્રી બીજાને દુ:ખી કરે છે તે બધું કાઇ ખાસ કારણ સિવાય હેાઇ શકે નહિ. હે ગૌતમ ! જેમ કારણ સિવાય ધડા થઇ શકતા નથી તેમ કાઇ પણ કારણ સિવાય ઉપર જણાવેલા વિચિત્ર અનુભવ થઇ શકતા નથી; માટે એ અનુભવનું કાંઇ ખાસ કારણ હાવું જોઇએ અને જે કારણ છે તે જ ક્રમ છે.'’
વળી, પુણ્ય અને પાપની સાબિતી ખીજી રીતે આ પ્રમાણે પણ થાય છે—આ વાત તેા સૌ કાઇની જાણુમાં છે કે સંસારમાં થતી દરેક પ્રવૃત્તિ ફળવાળી જણાય છે—જેમ ખેડ કરવાનું કુળ ( ચાખા વિગેરે )ખેડૂતને મળે છે તેમ દાન વિગેરે સારી ક્રિયા કરવાનું અને હિંસા વિગેરે નઠારી ક્રિયા કરવાનું ફળ તેના દરેક કરનારને મળવુ જોઇએ. અને જે એ ફળ મળે છે તે જ પુણ્ય અને પાપ સિવાય ખીજું કાંઇ હાઇ શકતુ નથી; માટે એ યુક્તિથી પણ પુણ્ય અને પાપની હયાતી ઠરી શકે છે.
હવે કદાચ એમ કહેવામાં આવે કે, જેમ ખેડનુ ફળ ચાખા વિગેરે પ્રત્યક્ષરૂપ છે તેમ દાન વિગેરે સારી ક્રિયાનું ફળ લેકમાં દાતારની પ્રુતિ અને પ્રશંસા છે અને હિંસા વગેરે નઠારી ક્રિયાનું ફળ માંસલક્ષણ અને તૃપ્તિ છે—એમ માનવુ. અર્થાત્ એ બન્ને ક્રિયાનાં પુણ્ય અને પાપ જેવાં પરાક્ષ ફ્ળા ન કલ્પતાં ઉપર જણાવેલાં પ્રત્યક્ષ કળા જ કહપવાં એ વધારે યુક્તિ-સંગત છે. વળી લાક–સમૂહ પણ એવી જ પ્રવૃત્તિ * જુઓ વિશેષાવશ્યક ભાષ્ય-ગણધરવાદ—ગાથા-૧૬૧૩ (પૃ૦ ૬૮૯૫૦ ગ્ર૦ ):—અનુ॰