________________
(૧૫૬) – સિવાય અને દુઃખ, પાપ સિવાય થઈ શકતું નથી માટે એ બન્ને તરોને–પુણ્ય અને પાપ તત્ત્વને–જરૂર માનવાં જોઈએ.
હવે કદાચ એમ કહેવામાં આવે કે-જેમ ઘડે, ચરખો અને સાડ વિગેરે આકારવાળી ચીજો આત્મામાં થતા અને આકાર વિનાના જ્ઞાનનું કારણ થાય છે તેમ સ્ત્રી, ચંદન અને માળા વિગેરે સારી સારી સ્થૂલ ચીજોને અમૂર્ત એવા સુખનું કારણ માનવી અને ઝેર, કાંટો તથા સર્ષ વિગેરે નઠારી નઠારી સ્કૂલ ચીજોને અમૂર્ત એવા દુ:ખનું કારણ માનવી એ વ્યાજબી છે; પરંતુ એ પ્રત્યક્ષરૂપ ચીજોને મૂકીને પરોક્ષરૂપ પુણ્ય અને પાપને સુખનું તથા દુઃખનું કારણ કલ્પવાં એ કઈ રીતે યુક્તિયુક્ત જણાતું નથી, પરંતુ તેઓનું આ કથન પણ ખોટું છે અને તે આ રીતે છે – જે એક ચીજ એક જણને વિશેષ સુખ કે દુઃખ આપે છે તે જ ચીજ બીજા જણને ઓછું સુખ કે દુઃખ આપે છે અને જે એક ચીજ એક મનુષ્યને સુખનું કારણ થાય છે તે જ ચીજ બીજા મનુષ્યને દુઃખનું કારણું થાય છે–દૂધપાક ખાનારો એક મનુષ્ય આનંદ ભગવે છે ત્યારે બીજે મનુષ્ય એને એ જ દૂધપાક ખાઈને દુઃખ ભોગવે છે–રોગી થાય છે. - હવે જે તમારા કહેવા પ્રમાણે સ્થૂલ વસ્તુઓ પોતે જ સુખ અને દુઃખનું કારણુ થતી હોત તે એક જ ચીજ એકને સુખનું અને બીજાને દુઃખનું કારણ શી રીતે થાય ? માટે એ જાતના સુખ અને દુઃખને અનુભવ - થવાનું કાઈ બીજું જ કારણ હેવું જોઈએ-જે પક્ષ છે અને આ નજરે જણાતા રડ્યૂલ પદાર્થોના જેવું થૂલ નથી. જે એ જાતને એટલે એક જ ચીજથી થતા સુખ અને દુઃખના અનુભવનું કાંઈ પણ કારણ જ ન હેય તે કાં તે એવો અનુભવ જ ન થવો જોઈએ અથવા એવો અનુભવ રિજ થ જોઈએ, કારણ કે જે વસ્તુનું કે પ્રવૃત્તિનું કાંઈ પણ કારણ ન હોય તે કાં તે ન જ થવી જોઈએ–વા રોજ થવી જોઈએ—એ અકારણવાદને નિયમ છે. પરંતુ અહીં તો એવું થતું જણાતું નથી માટે જરૂર એ