________________
(
( ૧૫૪ )—
કારણ કે—એ પુદ્ગલા નરક વિગેરે અશુભ ફળનાં કારણા છે—એ પાપપુદ્ગલા પણુ જીવની સાથે જ ચોંટેલાં હોય છે.
પુણ્ય અને પાપની હયાતી માનવામાં જે ધણા મતભેદે છે તે બધાને અહી. નિવેડા કરવાના હોવાથી, બંધતત્ત્વના પેટામાં આવી જાય છે તે પણ પુણ્ય અને પાપને અહીં ખાસ જુદાં જણાવ્યાં છે. તે વિષે જે જે મતભેદો છે તે આ પ્રમાણે છેઃ
-
કેટલાક કહે છે કે—પાપ તત્ત્વ નથી, પણ એકલું પુણ્ય જ છે. કેટલાક કહે છે કે—પુણ્ય તત્ત્વ નથી, પણ એકલુ` પાપ જ છે. ખીજાએ તે કહે. છે કે—પુણ્ય અને પાપ એ એ જુદાં જુદાં તત્ત્વ નથી, પશુ ‘ પુણ્ય–પાપ’ નામનું સાધારણુ એક જ તત્ત્વ છે, એ એક જ તત્ત્વમાં પુણ્ય અને પાપનું મિશ્રણ થએલું છે અને એ જ તત્ત્વ સુખ અને દુઃખવડે મિશ્રિત થએલા ફળનુ કારણ અને છે.
વળી, ખીજા કેટલાક કહે છે કે, ઠામું કુ કમ—તત્ત્વ જ નથી, જે આ બધા સંસારને પ્રપોંચ ચાલી રહ્યો છે તે તે સ્વભાવે કરીને ચાલે છે. -ચાલ્યા કરે છે.
એ બધાં ઉપર જણાવેલાં મતા ખરાબર નથી, એનું કારણુ આ પ્રમાણે છેઃ———પુણ્ય અને પાપ એ બન્ને તદ્દન જુદાં જુદાં એટલે પરસ્પર સંબંધ વિનાનાં સ્વતંત્ર તત્ત્વ છે; કારણ કે એ બન્નેનાંફળા તદ્દન જુદાંજુદાં અને પરસ્પર સંબંધ વિનાનાં અનુભવાય છે—પુણ્યનું ફળ સુખ છે અને પાપનું ફળ દુઃખ છે. પ્રત્યેક પ્રાણી એ સુખ અને દુઃખને તદ્ન જુદાં જુદાં જ અનુભવે છે, પણ પરસ્પર એકબીજામાં મળેલાં એ સુખ અને દુઃખ અનુભવાતાં નથી. જેમ જુદાં જુદાં અને સ્વતંત્ર ફળાને જોઇને એ ફળનાં જુદાં જુદાં ઝાડા હેાવાની અટકળ કરી શકાય છે તેમ સુખ અને દુઃખના જુદા જુદા અને સ્વત ંત્ર અનુભવ થતા હોવાથી એ એ ફળનાં પણ એ જુદાં જુદાં અને સ્વતંત્ર કારણા કે હેતુઓ હાવા