________________
– ૧૫૩) ઠંડા પાણીની પેઠે આપણને આનંદ આપે છે અને અગ્નિની પેઠે ઉને પણ રહે છે તથા જેમ પ્રકાશ આપનારા દીવાને પ્રકાશ પુદ્ગલરૂપ હોય છે તેમ પ્રકાશ આપનારા ચંદ્ર અને સૂર્ય પ્રકાશ પણ પુદ્ગલરૂપ હોય એ બરાબર બંધબેસતું છે. પદ્મરાગ વિગેરે મણિઓનો પ્રકાશ અનુષ્ણશીત એટલે ઉને પણ નહિ અને ઠંડે પણ નહિ એવો છે. આ પ્રકારે અંધારું, છાંયે અને પ્રકાશ એ બધાં પણ પુગલરૂપ સાબિત થઈ ચૂક્યાં છે અને સાથે જૈનદર્શનમાં માનેલા અવતાની વ્યાખ્યા પણ અહીં જ સમાપ્ત થઈ જાય છે.
ઈતિ અજીવવાદ.
પુણ્ય કર્મનાં સપુદ્ગલાનું નામ “પુષ્ય ” છે.
શુભ કર્મનાં પુગલને પુછ્યું કહેવામાં આવે છે. જે કર્મનાં પુ૬ગલે તીર્થકરપણું અને સ્વર્ગ વિગેરેને મેળવવામાં નિમિત્તરૂપ થાય છે તે પુદ્ગલને શુભ કર્મનાં પુલે કહેવામાં આવે છે. એ કર્મનાં પુદ્ગલે જીવને ચેટેલાં હોય છે અને એનું બીજું નામ કર્મની વર્ગણ (કર્મવર્ગ ) પણ છે.
પાપ અને આસવ પુણ્યથી વિપરીત પ્રકારનાં પુદ્ગલેને પાપ-પુદ્ગલ કહે વામાં આવે છે. મિથ્યાત્વ, વિષયાસક્તિ, પ્રમાદ અને કષાય વિગેરે એ પાપ-બંધનાં કારણે છે અને એ જ બંધનાં કારણેને જૈનશાસનમાં ‘આસવ” નું નામ આપેલું છે.
પાપના પુદ્ગલેને અશુભ કર્મનાં પુગેલે કહેવામાં આવે છે;