________________
( ૧૫૨ )—
જ આંખમાં રહેલી જોવાની શક્તિને આડે આવી શકે છે તેમ અધકાર પણ આંખમાં રહેલી જોવાની શક્તિને આડે આવતા હેાવાથી પુદ્ગલરૂપ છે. વળી, જેમ કપડું પુદ્ગલરૂપ છે માટે જ કાઇ પણ ચીજને ઢાંકી શકે છે તેમ અંધકાર પણ ચીજ માત્રને ઢાંકી દેતા હેાવાથી પુદ્ગલરૂપ છે—એ રીતે એના પુદ્ગલપણામાં કશો વાંધા કે સંદેહ રહેતે જાતે નથી. તથા જેમ ઠંડા વાયુ પુદ્ગલરૂપ છે માટે જ આપણને ઠંડક આપી ખુશી કરે છે તેમ છાંયા પણ આપણને ઠંડક આપી ખુશી કરતા હેાવાથી પુદ્ગલરૂપ છે—એ યુક્તિથી છાંયાનું પણ પુદ્ગલપણું સાબિત થઇ શકે છે.
જેમ છાંયેા અને અંધારુ પુદ્ગલરૂપ છે તેમ ચીજમાત્રના પડછાયા કે પ્રતિબિંબ પણુ પુદ્ગલરૂપ છે; કારણ કે—એ પડછાયા વા પ્રતિબિ ધડા વિગેરેની પેઠે આકારવાળાં છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે જો આરિસામાં પડતું પ્રતિબિંબ પણ પુદ્ગલરૂપ હાય તે તે પુદ્ગલા ( પ્રતિબિંબનાં પરમાણુઓ ), એવા કòષ્ણ આરિસાને ભેદીને એની સાંસરા શી રીતે જઇ શકે? એના ઉત્તર આ પ્રમાણે છેઃ—જેમ કઠણુ એવી શિક્ષામાં પાણીનાં પુદ્ગલેા પેસી જાય છે, કઠણુ એવા લેઢામાં અગ્નિનાં પુદ્ગલેા પેસી જાય છે અને કઠણુ એવા શરીરમાં પાણીનાં પુદ્ગલેા પેસી જાય છે તેમ એ કઠણ એવા આરિસામાં પણ પ્રતિબિંબનાં પુદ્ગલ પેસી જાય છે—શિલામાંથી પાણી ઝરતુ હાવાથી, લેાઢાને ગાળેા ઉને લાગતા હાવાથી અને શરીરમાંથી પરસેવા નીકળતા હાવાથી શિલામાં પાણીનાં, લેાઢામાં અગ્નિનાં અને શરીરમાં પણ પાણીનાં પુદ્ગલાની હયાતી હૈાવી વિવાદ વિનાની છે તેમ આરિસામાં પણ આપણું પ્રતિબિંબ જણાતું હાવાથી એ પ્રતિબિંબ, પુદ્ગલરૂપ હેાય તે। જ ધટી શકે એવું છે. આતપ એટલે તડકા તો પુદ્ગલરૂપ છે, એમાં કાઇના પણુ બે મત નથી; કારણ કે એ તડકા, અગ્નિની પેઠે આપણુને તપાવે છે, સંતાપે છે અને ઉના પણ લાગે છે. ચંદ્ર અને સૂય વિગેરેના પ્રકાશ પણ પુદ્ગલરૂપ છે; કારણ કે એ પ્રકાશ