________________
( ૧૫૧ )
શબ્દ, મનુષ્યના કાનને બહેરા કરી શકે છે અને આકાશ તે એ કાંઇ કરી શકતુ નથી. વળી—શબ્દ, ફેંક્યા પછી કયાંય અથડાયેલા પત્થરની પેઠે પાછા પડે એવા છે, શબ્દ, તડકાંની પેઠે જ્યાં ત્યાં જઇ શકે એવા છે, શબ્દ અગરના ધૂપની પેઠે પહેાળા થઇ શકે એવા છે એટલે ફેલાઇ શકે એવા છે, શબ્દ, તૃણુ અને પાંદડાની પેઠે વાયુવડે લઇ જઇ શકાય એવા છે, શબ્દ, દીવાની પેઠે બધી દિશાઓમાં ફેલાઇ શકે એવા છે, શબ્દ, ખીજા કાષ્ઠ મેાટા શબ્દની હાજરીમાં સૂર્યની હાજરીમાં તારાઓની પેઠે ખાઇ જાય એવા છે અને શબ્દ, કાઇ નાના ( ઝીણા ) શબ્દને, સૂર્ય જેમ તારાઓને ઢાંકી દે તેમ ઢાંકી દે એવા છે; આ બધાં કારણેાથી શબ્દ, આકાશને ગુણુ હાઇ શકતા નથી. આકાશ અરૂપી હાવાથી તેના ગુણ પણુ અરૂપી જ રહેવા જોઇએ–એ રીતે જો શબ્દ અરૂપી હાય તા ઉપર પ્રમાણે જે જે સ્થિતિએ શબ્દ સંધે જણુાવી છે તે ક્રાઇ પ્રકારે ઘટી શકે એમ નથી અને એ બધી સ્થિતિએ સૌ ક્રાઇને પ્રત્યક્ષરૂપ હેાવાથી ખેાટી પણ કહી શકાય એમ નથી—એ પ્રકારે શબ્દ, પુદ્ગલના જ ગુણ છે, એમાં હવે જરા પણ વાંધા રાખવા જેવું નથી.
હવે કદાચ એમ કહેવામાં આવે કે શંખમાં અને શંખ છુટી ગયા પછી તેના ટુકડાઓમાં જેમ આપણે રૂપને જોઇ શકીએ છીએ તેમ શબ્દમાં પણુ આપણે રૂપને કેમ જોઇ શકતા નથી ? એના ઉત્તર એટલા જ છે કે—શબ્દમાં રહેલું રૂપ અતિઝીણું છે. એથી આપણી આંખે એ જોઇ શકાય એવું નથી. જેમ દીવા બુઝાઇ ગયા પછી એની શિખાના રૂપને અને પુદ્ગલરૂપ ગ ંધના પરમાણુના રૂપને આપણે જોઇ શકતા નથી તેમ શબ્દના રૂપની અત્યંત ઝીણુવટ હેાવાથી તે પણ આપણાથી જોઇ શકાતું નથી. એ રીતે સર્વ પ્રકારે શબ્દનું પુદ્ગલપણું સાબિત થઈ ચૂકયું છે. હવે અંધકાર અને છાંયા એ પણ પુદ્ગલરૂપ હેાવાથી એનુ પુદ્ગલપણું આ પ્રમાણે સાબિત કરવાનું છે:——જેમ ભીંત પુદ્ગલરૂપ છે માટે