________________
(૧૫૦ )
–
માટે જુદા જુદા ફેરફારવાળા પરમાણુઓને જુદી જુદી જાતના માનવા કરતાં જુદા જુદા ફેરફારવાળા માનવા એ જ બરાબર છે. જેમકે–હિંગ અને મીઠું એ બન્ને પૃથ્વીના પરમાણુઓથી બનેલાં છે અને એ બન્નેનું જ્ઞાન સ્પર્શન, નેત્ર, જીભ અને નાસિકાથી થઈ શકે છે. હવે જ્યારે એ બનેને પાણીમાં નાખવામાં આવે છે ત્યારે એનું જ્ઞાન નેત્ર અને સ્પર્શ નથી થઈ શકતું નથી, પરંતુ ફક્ત જીભ અને નાસિકાથી જ થઈ શકે છે. એ પરમાણુઓમાં જે આ જાતને ફેરફાર થએલો છે તે કાંઈ તેઓની જુદી જુદી જાતને લીધે નહિ પરંતુ તેઓને થએલા એક જાતના સંસગથી થએલે છે. અર્થાત જે હિંગ અને મીઠું પાણીમાં રહેતું નાખ્યું તેના અને જે હિંગ અને મીઠું પાણીમાં નાખ્યું છે તેના પરમાણુઓ કાંઈ જુદી જુદી બે જાતના નથી તે બન્નેના પરમાણુઓ એક જ જાતના છે છતાં માત્ર સંસર્ગને લીધે એમાં એ વિચિત્ર ફેરફાર જોવામાં આવે છે. એ જ પ્રકારે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ બધાનાં પરમાણુઓ એક સરખા છે છતાં ફક્ત સંસર્ગને લીધે જ એમાં વિચિત્ર ફેરફાર જણાયા કરે છે અને એ બધા દરેક ઈદ્રિયથી જાણી શકાતા નથી એથી કાંઈ એ બધાને જુદી જુદી જાતના પરમાણુઓ માનવા તે કઈ રીતે યુક્તિયુક્ત નથી. આગળ ઉપર જણાવાઈ ગયું છે કે શબ્દ પણ પુગલને જ ગુણ છે, તે વાતને વીગતથી સમજવા માટે નીચેની યુક્તિઓ પૂરતી છે –
શબ્દ અને આકાશ વરચે અનેક પ્રકારના વિરોધ હોવાથી તે બન્નેને કોઈ પ્રકારે ગુણ-ગુણ ભાવ ઘટી શકતો નથી –શબ્દ, છાતી, કંઠ, માથું, જીભનું મૂળ, દાંત, નાસિકા, ઓઠ અને તાળવું–એ એ ઠેકાણેથી પેદા થાય છે અને પેદા થતી વખતે ઢેલ તથા ઝાલર વિગેરેને કંપાવે છે માટે મૂર્તિવાળો એટલે આકારવાળો છે અને આકાશ તે આકાર વિનાનું છે અને ક્યાંયથી પેદા થાય તેવું નથી–નિત્ય છે.