________________
( ૧૪ ) વૃક્ષ વિગેરેમાં જે એક જ વખતે ઋતુ અને સમયને લીધે વિચિત્ર ફેરફાર થતા જણાય છે એ પણ કાળતાની નિયામકતા વિના બની શકે એવું નથી, તથા “ ટો, ફુટે છે અને છૂટશે, એ ત્રણે કાળના ત્રણે જુદા જુદા વ્યવહારે કાળતત્વ સિવાય કેમ થઈ શકે ? અને “આની ઉમર મોટી છે અને આની નાની છે એ પણ કાળની હયાતી સિવાય કેમ બની શકે ? માટે એ બધાં કારણોને લીધે કાળની હયાતી માનવી સાવ સુગમ અને શંકા વિનાની થઈ ગઈ છે.
પુદ્ગલોમાં કેટલેક ભાગ પ્રત્યક્ષરૂપ છે, કેટલાકની હયાતી અનુમાન વડે જાણી શકાય એવી છે અને એની હયાતી વિષે આગમમાં પણ જણાવેલું છે. આ બધાં ઘડે, સાદડી, પાટલ, ગાડું અને રેટિયો વિગેરે સ્થૂલ પુગલમય પદાર્થો પ્રત્યક્ષરૂપ છે. જે જે પુદ્ગલે ઝીણાં અને અતિઝીણું છે તેની સાબિતી અનુમાનવડે થઈ શકે છે –ઝીણું ઝીણું રજ કે કણીઓ સિવાય મેટી ચીજો બની શકતી નથી માટે એ મોટી મોટી વસ્તુઓ જ બે પરમાણુના ઝુમખા જેવા ઝીણા અને પરમાણુ જેવા અતિઝીણું પદાર્થોની હયાતીને સાબિત કરવાને બસ છે. અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે, “પુલાસ્તિકાય છે” એ પ્રકારે પગલાસ્તિકાયની યાતિમાં કોઈ પ્રકારને વાંધો ઉઠી શકત નથી. વૈશેષિકે કહે છે કે–પૃથ્વીન, પાણીના, તેજના અને વાયુના–એ ચારેના બધા પરમાણુઓ જુદા જુદા છે અર્થાત એ ચારેના પરમાણુઓમાં જુદા જુદા ગુણો રહેલા છે, પરંતુ જૈન સિદ્ધાંત એ હકીકતને સાચી માનતો નથી. એ તો એમ જણાવે છે કે–પરમાણુ માત્ર એક સરખા છે એટલે દરેક પરમાણુમાં એક સરખા ગુણો રહેલા છે–જે ગુણે પૃથ્વીના પરમાણમાં છે એ જ ગુણ વાયુના પરમાણમાં પણ છે અર્થાત્ જૈન સિદ્ધાંત પ્રમાણે વૈશેષિકની પેઠે કાંઈ પરમાણુના જુદા જુદા પ્રકાર નથી. પરમાણુઓમાં જે કાંઈ જુદાઈ જણાય છે એ કાંઈ એના જુદા જુદા પ્રકારને લીધે નથી, પરંતુ એ તે એમાં થતા ફેરફારને લીધે છે