________________
(૧૪૮)
–
પાણી અને પવન એ બધાં કારણ છે, તે પણ માત્ર પ્રધાનપણને લીધે એ ઊગતો અંકુરે જવને જ ગણાય છે તેમ અવગાહ ગુણ આકાશ અને પુદ્ગલાદિ–બન્નેમાં છે તે પણ પ્રધાનપણાને લીધે એ ગુણ, આકાશને જ ગણાય છે અને એ વડે જ એની સાબિતી થઈ શકે છે.
વૈશેષિક મતવાળાઓ એમ કહે છે કે શબ્દ, એ આકાશને ગુણ. છે અને આકાશની નિશાની પણ એ જ છે; પરંતુ તેઓનું એ કથન ખોટું છે, કારણ કે આકાશ અને શબ્દ વચ્ચે મેટો વિરોધ છે આકાશ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિનાનું છે અને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળો છે, એ રીતે જે બે ચીજમાં પરસ્પર માટે વિરોધ હોય તે કદી પણ ગુણ અને ગુણ હોઈ શકે નહિ. શબ્દને પડઘો પડે છે અને એ પિતે પણ બીજા પુદ્ગલથી દબાઈ જાય છે માટે શબ્દમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોવાં જ જોઈએ અને શબ્દ એ છે માટે આકાશને ગુણ હેઈ શકે નહિ.
ચીજ માત્રમાં સમયે સમયે જે વર્તવાની ક્રિયા થઈ રહી છે તે વડે જ કાળની હયાતી જાણી શકાય એવી છે. એ વર્તવાની ક્રિયા દરેક દ્રવ્ય અને પર્યાયમાં હયાતી ધરાવે છે અને એની હયાતી, કાળ સિવાય હેઇ શકતી નથી માટે એ વર્તવાની ક્વિાની હયાતી કાળની હયાતીને ટકે આપે છે. લેકમાં પણ કેટલાક કાળવાચક શબ્દો સુપ્રસિદ્ધ છે, જેમ કે, સુરત, અયુve, હિરણ, ઉરણ, વિરેળ, , , વરતિ , ૫, વર્તતે, હ્ય, શ્વ, મય, સંત , પહa ver, ન, રિવા, પૈયા, ઘાત, રાય, ઇત્યાદિ. એથી પણ પદાર્થમાં થતા પરિણામને હેતુભૂત કાળ લેકપ્રસિદ્ધ હોવાથી એની હયાતીમાં શી રીતે શંકા થઈ શકે ? જે કોઈ કાળ નામનું તત્વ જ ન હોય તે લેકપ્રસિદ્ધ એ એ શબ્દોને શો અર્થ થાય? ખરી રીતે તે એ કાળસૂચક શબ્દો જ કાળની સાબિતી માટે પૂરતા છે. વળી, એક સરખી જાતિવાળા