________________
–(૧૪૭)
રિથતિમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પણ નિમિત્તરૂપ છે. એ બાબ“તને લગતી યુક્તિ આ પ્રમાણે છે-જેમ માછલામાં જવાનું સામર્થ્ય છે અને જવાની ઈચ્છા પણ છે; પરંતુ તે, નિમિત્તકારણરૂપ પાણી વિના ગતિ કરી શકતું નથી તેમ જડ અને ચેતનમાં જવાનું અને બેસવાનું સામર્થ્ય છે—એની ઈચ્છા પણ છે, તે પણ નિમિત્તકારણ વિના તેની ગતિ કે સ્થિતિ થઈ શકે નહિ–એ ગતિ અને સ્થિતિમાં જે ચીજ નિમિત્તરૂપ થાય છે તેનું નામ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. આકાશ તત્ત્વ તે વસ્તુ માત્રને અવકાશ આપે છે અર્થાત્ એ પણ, અવકાશ આપવામાં નિમિત્તરૂપ છે અને એનું સ્વરૂપ પણ એ અવકાશ કે અવગાહ છે. અહીં કદાચ એમ કહેવામાં આવે કે-અવગાહ ગુણ જેમ આકાશમાં છે તેમ પુદ્ગલાદિમાં પણ છે–એથી એને, એકલા આકાશને ધર્મ શી રીતે કહેવાય ? જેમ બે આંગળીનો સંગ બને આંગળીનો ધર્મ છે તેમ અવગાહ ગુણ આકાશમાં છે અને પુદ્ગલાદિમાં પણ છે માટે એ (અવગાહ), પણ બન્નેને ધર્મ ગણુ જોઈએ, એ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે-જે કે અવગાહ ગુણ આકાશમાં અને પુર્ણલાદિમાં–બનેમાં છે તે પણ આકાશમાં અવગાહ મળી શકતો હોવાથી એ (અવકાશ) પ્રધાન છે અને પુણલાદિ તો આકાશમાં અવગાહ મેળવતાં હોવાથી અપ્રધાન છે માટે આ સ્થળે પ્રધાન એવા આકાશના અવગાહ ધર્મને જ ગણવામાં આવ્યું છે અને એને ( આકાશને ) જ અવગાહમાં ઉપકારી ગણવામાં આવ્યું છે. એ રીતે અવગાહ આપવામાં ઉપકારી એવા આકાશની પણ સાબિત થઈ શકે છે. જો કે આકાશ, આંખે કે બીજી કોઈ ઈદ્રિયવડે જોઈ શકાતું નથી તે પણ ફક્ત એના અવગાહ ગુણને લીધે જ એની હયાતી માની શકાય છે. સરણાઈને અવાજ થવામાં સરણાઈની પેઠે મનુષ્ય, એને હાથ અને એનું મુખ એ બધાં કારણો છે, તે પણ માત્ર પ્રધાનપણાને લીધે એમાંથી નીકળતે અવાજ, સરણાઈને જ ગણાય છે તથા જવને અંકુરો થવામાં જવની પેઠે જમીન,