________________
( ૧૪૬ )——
વડે સમજી લેવાનું છે. એ વિષે શાસ્ત્રમાં આ પ્રમાણે જણાવ્યું છેઃ— હું ભગવન્ ! દ્રવ્યેા કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! છ દ્રવ્યેા કહ્યાં છે. તે જેમકેધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, સ્તિકાય અને અદ્દાસમય એટલે કાળ.
વા
""
હવે કદાચ એમ કહેવામાં આવે કે પક્ષી અદ્દર ઊંચે ઊડે છે, અગ્નિની ગતિ ઊંચી હેાય છે અને વાયુ પણ તીરછે! વાય છે—એ બધું સ્વભાવથી જ અનાદિ કાળથી ચાલ્યું આવે છે—એમાં કાંઇ ધર્માસ્તિકાયની સહાયતાની જરૂર જણાતી નથી—તે એ જાતનું કથન બરાબર નથી; કારણ કે, જૈન સિદ્ધાંત પ્રમાણે એવી એક પણ ગતિ નથી, જે ધર્માસ્તિકાયની સહાયતા વિના જ થઇ શકી હાય-એ પક્ષી, અગ્નિ કે વાયુની ગતિમાં પણ ધર્માસ્તિકાયની સહાયતા રહેલી છે. એ જ પ્રમાણે એવી એક પણ સ્થિતિ નથી જે અધર્માસ્તિકાયની સહાયતા વિના જ થઈ શકી શકતી હાય અર્થાત્ એવું એક પણ ઉદાહરણ નથી મળતું કે જેની ગતિ અને સ્થિતિ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વિના થઇ શકતી હાય, તેા પછી એ જાતના ઉદાહરણ સિવાય કાઇ પણ પ્રામાણિક, ધર્મોસ્તિકાય અને અધર્માસ્તિકાયના વિરેાધ શી રીતે કરી શકે ? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય કયા કયા પ્રકારને ઉપકાર કરે છે? તેની વિગત અને યુક્તિ આ પ્રમાણે છેઃ તત્ત્વાર્થસૂત્રમાં એ વિષે જણાવ્યું છે } " ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ગતિ તથા સ્થિતિમાં સહાયતા આપે છે અને એને ઉપકાર પણ એ જ છે. ” જેમ ક્યાંય સારાં સદાવ્રતા મળતાં હોય ત્યાં ભિક્ષુક લેા રહેવાનું મન કરે છે અર્થાત્ કાં સદાવ્રતે ભિક્ષુલાકાને હાથ પકડીને તેને રહેવાનુ` કહેતાં નથી, પરંતુ તેએ( સદાવ્રતા ) તે રહેવામાં નિમિત્તરૂપ છે તેમ ગતિ અને
""
* જુએ તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય પાંચમાનું સૂત્ર ૧૭ મુઃ
સ્થિતિ-પ્રદેશ ધર્માં-ડધમયા: હન્ના:-” અનુ॰
'
ગોત્ર