________________
– ૧૪પ)
માનવાની યુક્તિ આ પ્રમાણે છે – જેમ જવાની ઈચ્છાવાળા માછલાને જવામાં નદી, તળાવ, ધરે કે સમુદ્રનું પાણી ટેકો આપે છે તેમ ગતિના પરિણામવાળા જડ કે ચેતનને ગતિ કરવામાં ધર્માસ્તિકાય ટેકો આપે છે– પાણી કાંઈ માછલાને પરાણે ચલવતું નથી તેમ ધર્માસ્તિકાય તત્વ પણ કોઈ પદાર્થને પરાણે ગતિ આપતું નથી. એ તે માત્ર ઉડવામાં જેમ પક્ષીઓને આકાશ નિમિત્તરૂપ છે તેમ ધર્માસ્તિકાય પણ ગતિ થવામાં નિમિત્તરૂપ છે–અપેક્ષાકારણ છે. તથા જેમ બેસી જવાની ઈચ્છાવાળા મનુષ્યને બેસવામાં જમીન ટેકો આપે છે તેમ અધર્માસ્તિકાય તત્વ પણ સ્થિતિના પરિણામવાળા પદાર્થમાત્રને સ્થિર થવામાં ટેકો આપે છે – જમીન કોઈ પણ પદાર્થને પરાણે બેસારતી નથી તેમ અધર્માસ્તિકાય પણ કોઈ પદાર્થને પરાણે સ્થિતિ આપતું નથી. એ તે માત્ર ઘડે થવામાં જેમ કુંભાર અને ચાકડે નિમિત્ત કારણ છે તેમ પદાર્થ માત્રને સ્થિતિ આપવામાં અધર્માસ્તિકાય નિમિત્ત કારણ છે, એ જ પ્રકારે જેમ ખેડ કરતા ખેડૂતને વરસાદ ટેકો આપે છે તેમ આકાશ પણ અવગાહની –રાવાળા પદાર્થને અવગાહ આપે છે–વરસાદ કાંઈ ખેડ નહિ કરતા ખેડૂતને પરાણે ખેડ કરવાનું કહેતા નથી તેમ આકાશ પણ અવગાહને નહિ ઈચ્છતા પદાર્થને પરાણે અવકાશ આપતો નથી. એ તે માત્ર જેમ બગલીને વીંધાવામાં મેઘને ગડગડાટ નિમિત્તરૂપ છે, સંસારને ત્યાગ કરતા પુરુષને ત્યાગમાં જેમ સદુપદેશ નિમિત્તરૂપ છે તેમ આકાશ પણ અવગાહ આપવામાં નિમિત્તરૂપ છે. એ પ્રકારે ધર્માસ્તિકાય વિગેરેની પ્રવૃત્તિઓ છે અને એ વડે જ એની હયાતી માનવી યુક્તિયુક્ત છે. ગતિમાં સહાય આપવી એ ધર્માસ્તિકાયનું કામ છે અને સ્થિતિમાં સહાય આપવી એ અધર્માસ્તિકાયનું કામ છે, કિંતુ એ બન્ને ઠેકાણે સહાય આપવાનું કામ અવગાહરૂપ આકાશનું હેઈ શતું નથી. એ ત્રણે તો જુદાં છે માટે એના ગુણે પણ જુદા જુદા જ હેય. એ ત્રણે તેનું જુદાપણું યુક્તિવડે અથવા શાસ્ત્ર
૧૦.