________________
( ૧૪
અને એ આઠે કારણે સાંખ્યસપ્તતિમાં પણ જણવેલાં છે. અર્થાત્ જેમ હયાતી ધરાવતી ચીજ પણ એ આઠ કારણોને લીધે જોઈ શકાતી નથી તેમ ધર્મારિતકાય અને અધર્માસ્તિકાય વિગેરે પણ હયાતી ધરાવે છે છતાં સ્વભાવને લીધે જોઈ શકાતા નથી, એમ માનવું ઉચિત ગણાય, પણ “એ નથી,' એમ તે શી રીતે કહેવાય?
હવે કદાચ એમ કહેવામાં આવે કે જે ચીજો કોઈ કારણને લીધે આપણાથી નથી જાણતી, તે પણ કઈને કઈના જાણવામાં કે જોવામાં હેય છે, કિંતુ આ ધર્માસ્તિકાય વિગેરે તે કેઈએ કદી પણ જાણ્યા કે જોયા હોય એમ જણાતું નથી, તેથી એની હયાતી શી રીતે મનાય ? એ પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે–જેમ છતી, પણ કારણને લીધે ન જણાતી ચીજ કોઈના જણવામાં આવતી હોવાથી હયાતીવાળી માની શકાય છે તેમ છતાં પણ કારણને લીધે ન જણાતા ધર્માસ્તિકાય વિગેરે કેવળજ્ઞાનીને જણાતા હેવાથી એની હયાતી શા માટે ન મનાય ? અથવા કદી પણ નહિ જણાતા પરમાણુઓ ફક્ત એમાંથી બનતી ચીજોને લીધે હયાતીવાળા માની શકાય છે તેમ આપણાથી નહિ જણાતા ધર્માસ્તિકાય વિગેરે પણ એમાંથી થતી પ્રવૃત્તિઓ વડે શા માટે હયાતીવાળા ન માની શકાય ? ધર્માસ્તિકાય વિગેરેને લીધે જે જે પ્રવૃત્તિઓ થાય છે તે આ પ્રમાણે છે –ધર્માસ્તિકાય, ગતિવાળા પદાર્થને સહાય આપે છે, અધર્માસ્તિકાય સ્થિતિવાળા પદાર્થને સહાય આપે છે, આકાશાસ્તિકાય અવગાહ મેળવનારા પદાર્થોને અવગાહ આપે છે, અને કાળ નામને ભાવ વર્તતા પદાર્થોના વર્તનમાં મદદ કરે છે તથા પગલે તે પ્રત્યક્ષ જોઈ શકાય એવાં છે અને અનુમાનથી પણ કળી શકાય એવાં છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે આકાશ વિગેરે તો એની પ્રવૃત્તિને લીધે હયાતીવાળા માની શકાય, પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને હયાતીવાળા શી રીતે માની શકાય ? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને હયાતીવાળા