________________
૧૪૩).
અથવા આપણી મતિમંદતાને લીધે કોઈ ચોખી વાત પણ આપણે ન જાણી શકીએ એથી એમ કેમ કહેવાય કે એ વાત જ નથી? એ જ રીતે આપણા કાન, આપણું ડેક, આપણું માથું અને આપણું પીઠ તથા ચંદ્રમાને બીજો ભાગ એ બધું આપણે માત્ર કોઈ ને કોઈ આડશને લીધે જોઈ શકતા નથી, એથી શું આપણુથી એમ કહી શકાશે કે એ ચોળે જ નથી ? વળી, સમુદ્રના પાણીનું મા૫ આપણે કાઢી શકતા નથી, એથી એમ કેમ કહેવાય કે એનું માપ જ નથી ? યાદશક્તિ ઓછી હોવાને લીધે આપણે જેએલી વસ્તુને પણ સંભારી શકતા નથી, એથી એમ શી રીતે કહેવાય કે એ વસ્તુ જ નથી ? તથા મૂઢપણુને લીધે સત્ય હકીકતને પણ આપણે જાણી શકતા નથી એથી એમ પણ કેમ કહેવાય કે સત્ય હકીક્ત જ નથી?
૭. વધારે તેજવાળા પદાર્થની હાજરીમાં ઓછા તેજવાળા પદાર્થો ઢંકાઈ જતા હોવાથી આપણે એને જોઈ શકતા નથી. જેમ કે સૂર્યની હાજરીમાં તારાઓને અને ગ્રહોને કેઈ જઈ શકતું નથી એથી શું એમ કહી શકાય કે–તારાઓ અને ગ્રહ નથી? તથા અંધારાને લીધે એરડામાં છતા પદાર્થો પણ જોઈ શકાતા નથી એથી એમ શી રીતે કહેવાય કે અંધારામાં પદાર્થો જ નથી ?
* ૮. કેટલીક વાર સરખાપણુને લીધે આપણે પોતે નાખેલી જ વસ્તુને જુદી પાડી શક્તા નથી–મગના ઢગલામાં મગની મુડી નાખ્યા પછી અને તલના ઢગલામાં તલની મુડી નાખ્યા પછી આપણાથી એ નાખેલી મુદી જુદી પાડી શકાતી નથી એથી એમ કેમ મનાય કે મુડી નાખી જ નથી? વળી, પાણીના કુંડામાં મીઠું કે સાકર નાખ્યા પછી તે તેમાં ભળી જાય છે એથી આપણે એને પાછી કાઢી શકતા નથી, તેથી એમ તે ન જ કહેવાય કે કુંડામાં મીઠું કે સાકર નાખ્યાં નથી. એ રીતે અહીં જણાવ્યા પ્રમાણે છતી ચીજ પણ ન જણાય એના એ આઠ કારણો છે.