________________
(૧૪ર.)
આપણી આંખમાં આંજણ આંજેલું હોય છે છતાં આપણે એ આંજણને જોઈ શકતા નથી, કારણ કે એ બહુ નજીક છે. તેથી આપણે એમ કેમ કહીએ કે આંખમાં આંજણ નથી ?
૩. ઈદ્રિયને નાશ થવાથી કેટલીક છતી ચીજોને પણ આપણે જાણી કે જોઈ શકતા નથી. જેમકે–આંધળા મનુષ્યો રંગ-રૂપને જોઈ શકતા નથી અને બહેરા મનુષ્યો અવાજને સાંભળી શકતા નથી, તેથી શું તેઓ કે બીજે કઈ એમ કહી શકશે કે રંગ-રૂપ કે અવાજ નથી.
૪. મનની અસ્થિર સ્થિતિને લીધે પણ વિદ્યમાન પદાર્થોને ખ્યાલ આવી શકતું નથી. જેમકે-કઈ બાણાવળી બાણોને ચલાવવામાં જ ચિત્તને પરોવીને બાણ ચલાવતું હોય તે વખતે તેની પડખે થઈને મોટી ધામધુમથી રાજા પણ ચાલ્યા જાય તે તેને એની ખબર રહેતી નથી, કારણ એ છે કે–એ વખતે એનું ચિત્ત રાજાને જોવામાં સ્થિર હેતું નથી, તે એથી એ કે બીજો કોઈ એમ શી રીતે કહી શકે કે એની પડખે થઈને રાજા નથી ગયો? વળી જેઓનાં મન ઠેકાણે નથી એવા ગાંડા માણસે તે કાંઈ જાણી શકતા જ નથી, એથી શું કઈ પણ મનુષ્ય હયાત પદાર્થોને માનવામાં આનાકાની કરશે ?
૫. જે બહુ જ ઝીણું હેય તે પણ જોઈ શકાતું નથી; જેમકેઘરનાં જાળીયામાંથી બહાર નીકળતા ધૂમાડા અને બાફના ત્રસરેણુઓ આપણાથી જોઈ શકાતા નથી, તેમ પરમાણુ અને કથણુક તથા ઝીણી ઝીણી નિગેદો પણ જોઈ શકાતી નથી, કારણ કે એ બધાં ઘણું જ ઝીણામાં ઝીણું છે, તે શું તેથી એમ કોઈ કહી શકે ખરે કે-એ ત્રણરણું, ધણુક, પરમાણુ કે નિગદ હયાતી ધરાવતી નથી ? * ૬. કાંઈ આડ આવી જવાથી પણ છતી ચીજ જોઈ શકાતી નથી. જેમ કે ભીંત આડી આવવાને લીધે તેની પાછળ રહેલા પદાર્થો જોઈ શકાતા નથી તે શું એમ કહી શકાય ખરું કે ત્યાં પદાર્થો જ નથી?