________________
( ૧૪૦
–
હેય છે, નિત્ય હોય છે, એમાં એક રસ, એક વર્ણ અને એક ગંધ હોય છે તથા બે સ્પર્શ હોય છે. એનું કદ એટલું બધું ઝીણું હેય છે, એથી. તે આંખે જોઈ શકાતો નથી, તે પણ એની હયાતી, એની બનેલી ચીજો ઉપરથી કળી શકાય એવી છે. એક ચીજમાત્રનું કારણ છે અને એ છેલ્લામાં છેલ્લું કદ છે.” પરમાણુનું પરમાણપણું કાયમ રહેતું હોવાથી અર્થાત્ પરમાણુત્વની અપેક્ષાએ પરમાણુ નિત્ય છે અને એના (પરમાnણુના) રસ, ગંધ, સ્પર્શ અને વણે પલટતા હોવાથી એ, અનિત્ય છે. તે તદ્દન નાનામાં નાની ચીજ છે માટે જ એનું નામ પરમ–અણુ-પરમાણુ પડયું છે. એ પ્રત્યેક પરમાણુમાં પાંચ રસમાં કોઈ એક રસ, બે ગંધમાં કેઇ એક ગંધ, પાંચ વર્ણમાંને કોઈ એક વર્ગ અને આઠ સ્પર્શમાંના પરસ્પર અવિરુદ્ધ એવા બે સ્પર્શ હોય છે અર્થાત્ ચીકાશદાર અને ઉને, ચીકાશદાર અને ઠંડ, લૂખે અને ઠંડે તથા લૂખો અને ઉને–એ ચારમાંના કેઈ ને કઈ બે સ્પર્શે હેય છે. જો કે તે નજરે તે દેખાય તેવું નથી તે પણ બે પરમાણુની બનેલી ચીજથી માંડીને અનંત પરમાણુની બનેલી ચીજ સુધીની બધી ચીજો એની (પરમાણુની) હયાતી જણાવવાને પૂરતી છે. એ પરમાણુઓ એટલા બધા નાના છે, જેથી એને બીજો કોઈ અવયવ (ભાગ) થઈ શકતું નથી અને એ બધા છૂટા છૂટા હોય છે. સ્કંધનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ–પરમાણુના જથ્થાવાળા ભાગને સ્કંધ કહેવામાં આવે છે. એ સ્કંધમાં બેથી માંડીને અનંત પરમાણુઓ સમાએલા હોય છે, એ સ્કંધોના જુદા જુદા ભાગો થઈ શકે છે અને એમાંના કેટલાક કંધે તે લઈ શકાય એવા છે, મૂકી શકાય એવા છે અને વ્યવહારમાં આવી શકે એવા પણ છે. એ પ્રકારે જીવ સહિત ધર્મ, અધમ, આકાશ, કાળ અને પુદ્ગલ એમ છ દ્રવ્યો છે. એ છમાંના પહેલાંના ચાર એટલે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ એક દ્વ છે અર્થાત એ અખંડ દ્રવ્ય છે–એ કોઈ પણ ચીજનાં કારણે નથી તેમ કઈ પણ ચીજ એમાંથી બનતી નથી. જીવ અને પુદગલ–એ