________________
–( ૧૩૯ );
લુખ. એ આઠ સ્પર્શેમાંના આ ચાર સ્પર્શે જ–(ચીકાશદાર, લૂખે,. ઠડે અને ઉને છે–પરમાણમાં હોઈ શકે છે અને મોટા મોટા કંધોમાં એ આઠે સ્પર્શે યથોચિતપણે હેઈ શકે છે. રસ પાંચ છે અને તે આ પ્રમાણે –કડ, તીખો, કષાયેલો, ખાટો અને મધુર-ગળ્યો. “ખાર રસ મધુર રસના પટામાં આવી જાય છે” એમ કાઈ કહે છે. અને બીજાઓ તો કહે છે કે-“ખાર રસ, એક બીજા રસના સંસર્ગથી પેદા થાય છે.” ગંધના બે પ્રકાર આ પ્રમાણે છે –એક સુગંધી અને બીજે દુર્ગધી. વણે પણ અનેક પ્રકારના છે. જેમકે, કાળો, નીલો, પીળો અને ધોળા વિગેરે. એ ચારે ગુણ એટલે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ પ્રત્યેક પુગલમાં રહેલા છે. તદુપરાંત શબ્દ, બંધ, સૂક્ષ્મપણું, જાડાઈ, આકાર, ખંડ ખંડ થવાપણું અથવા છૂટા થવાપણું, અંધકાર, છાંયો, આતપ અને પ્રકાશ—એ બધાં પણ પુણલમાં રહેલાં છે. આ જ પ્રકારની હકીક્ત તત્ત્વાર્થસૂત્રમાં પણ કહેલી છે. શબ્દ એટલે ધ્વનિ–અવાજ થાય છે, એક બીજાની પરસ્પર ચેટી જવાની ક્રિયાને બંધ કહેવામાં આવે છે, તે બંધ, કયાંય તે કઈ પ્રયોગથી થતા જણાય છે અને કયાંય. તે સહજ જ થતું જણાય છે. જેમાં લાખ અને લાકડાને પરસ્પર બંધ હેય છે તેમ અથવા પરમાણુ પરમાણુના સંયોગથી પરસ્પર જે બંધ થાય છે તેમ ઔદારિક વિગેરે શરીરમાં પણ તે તે અવયવોને પરસ્પર બંધ હેય છે–એ સ્પર્શ વિગેરે ચાર અને એ શબ્દ વિગેરે દસ-એમ ચૌદ ગુણો પુદગલમાં જ હોય છે. પુદ્ગલના બે પ્રકાર છે–એક પરમાણુરૂપ અને બીજે રકંધરૂપ (સ્કંધરૂપ એટલે આંખે દેખી શકાય તેવા કદવાળું પુદ્ગલ.) તેમાંના પરમાણુનું સ્વરૂપ આ પ્રમાણે છે –“પરમાણુ સૂક્ષ્મ
ક જુઓ તસ્વાર્થ સૂત્ર, અધ્યાય પાંચમાનું ૨૪મું સૂત્ર-“મવશ્વ-જ્ઞૌહા--થાન-એ-તમ-છાયા-ડો - ઘરત ”—અનુ.