________________
( ૧૩૮)
–
પદાર્થોમાં એક સાથે જ થતા ફેરફારનું કારણ કાળ હેઈ શકતા નથી; કારણ કે એ જુદા જુદા ભાવોની ક્રિયાઓ એક કાળે જ થતી નથી તેમ નાશ પણ પામતી નથી માટે મનુષ્ય લેકની બહારના ભાગમાં થતા કઈ પણ ફેરફારનું કારણ કાળ હોઈ શકે નહિ. તેમ ત્યાં જે નાના મોટાને વ્યવહાર ચાલે છે તે, સ્થિતિની અપેક્ષાએ છે. અને સ્થિતિ, હયાતીની અપેક્ષાએ છે અને હયાતી તે સહજ છે માટે તે વ્યવહાર માટે પણ ત્યાં કાળની આવશ્યકતા જણાતી નથી. જે કોઈ આચાર્યો કાળને ખાસ જુદા દ્રવ્યરૂપે માનતા નથી તેઓની માન્યતા પ્રમાણે વર્તન અને પરિણામ વિગેરે, પદાર્થ માત્રમાં થતા ફેરફાર છે–એ કાંઈ કઈ પદાર્થથી જુદાં નથી તેથી એ માટે કાળની અપેક્ષા રહેતી નથી.
પુદગલતત્વ તત્ત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે-“પુદ્ગલે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણરૂપવાળાં છે.” જ્યાં જ્યાં સ્પર્શ હોય છે ત્યાં બધે ઠેકાણે રસ, ગંધ અને રૂપ પણ હોય છે, એ જાતનું એ ચારેનું સહચરપણું સ્પષ્ટ જણાય છે અને એ સહચરપણું જણાવવા માટે જ આ સૂત્રમાં સૌથી પહેલાં “સ્પર્શ ને મૂક્યા છે માટે પૃથ્વીની પેઠે પાણીમાં, વાયુમાં અને તેજમાં પણ એ ચારે ગુણ છે તથા પૃથ્વીના પરમાણુની પેઠે મનમાં પણ એ ચારે ગુણો છે; કારણ કે એ (મન ), સર્વવ્યાપી ચીજ નથી. જે જે ચીજ સર્વવ્યાપી નથી હોતી તેમાં એ ચારે ગુણ હોય છે. એથી મનમાં પણ એ ચારે ગુણોની હયાતી ઘટી શકે એવી છે.
સ્પર્શે આઠ છે અને તે આ પ્રમાણે નરમ, ખરબચડે; ભારે, હળવે; ઠંડ, ઉને; ચિકાશવાળો અને
* જુઓ તસ્વાર્થ સૂત્ર, અધ્યાય પાંચમાનું ૨૩ મું સુત્ર “હા--રાત પુનઃ ”અનુ.