________________
– ૧૩૭ )
બાળક હતા, હવે એ જ યુવાન છે અને હવે પછી એ જ વૃદ્ધ છે. એ જાતના અનેક વ્યવહારામાં વૃક્ષનું વૃક્ષપણું અને પુષનું પુરુષપણું કાયમ રહેતાં પણ જેમ અનેક જાતના ફેરફારો જણાય છે તેમ કાળ 'ના વિષયમાં પણ સમજી લેવાનુ છે.
પરિણામના એ પ્રકાર છે—એક અનાદિ પરિણામ અને બીજે સાદિ પરિણામ. અનાદિ એટલે જેના આરંભ સમય જણાતા નથી અને સાદિ એટલે જેને આરભ સમય જાણી શકાય છે તે. ધર્માસ્તિકાય વિગેરે અમૂર્ત પદાર્થોમાં જે પરિણામ થાય છે કે જણાય છે તે અનાદિ છે અને વાદળાં તથા ઇંદ્રધનુષ વગેરે મૂત (આકારવાળા) પદાર્થોમાં તથા એ જ જાતના ઘડા, કમળ અને થાંભલા વિગેરે પદાર્થોમાં જે પરિણામ થાય છે તે સાદિ છે. ઋતુના વિભાગને લીધે અને સમયના ફેરફારને લીધે એક સરખાં વૃક્ષામાં પણ એક જ વખતે વિચિત્ર ફેરફાર થઈ જાય છે—એ બધું પરિણામવાદમાં આવી જાય છે. કાઈ જાતના પ્રયાગવડે કે સહજ જ છવાના પરિણમનને ક્રિયા કહેવામાં આવે છે. કાળના ભાવ, એ ક્રિયા થવામાં સહાયરૂપ છે, જેમ કે–ડા ફૂટી ગયા, સૂર્યને જોઉં છું અને વરસાદ થશે–ત્યાદિ પરસ્પર સેળભેળ વિના ચેાખા વ્યવહારા જેની અપેક્ષાએ પ્રવર્તી રહ્યા છે એનુ નામ કાળ છે તથા આ મેટું છે અને આ નાનુ છે, એ બન્ને વ્યવહારનું નિમિત્ત પણ એ જ છે. એ રીતે વના પરિણામ અને ક્રિયા વિગેરેના વ્યવહારાથી મનુષ્ય લેાક્રમાં કાળની હયાતી જાણી શકાય છે, મનુષ્ય લેાકથી બહારના ભાગમાં કાળદ્રવ્યની હયાતી જણાતી નથી. ત્યાં તે સરૂપ પદાર્થ માત્ર પેાતાની જ મેળે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિતિ કરે છે—ત્યાંના પદાર્થોની હયાતી સહજ જ છે, કિંતુ તેમાં કાળની અપેક્ષા નથી. ત્યાં આપણી પેઠે સરખે સરખા પદાર્થોની ક્રાઈ પણ ક્રિયા સાથે ન થતી હાવાથી તેની કાઈ પણ ક્રિયામાં કાળની જરૂર પડતી નથી. સરખે સરખા પદાર્થોમાં જે ફેરફાર એક સાથે થાય છે તેનું જ કારણુ -કાળ છે, પરંતુ જુદા જુદા