________________
( ૧૩૪ )
અને જડને સ્થિત રાખવામાં અસાધારણ નિમિત્ત છે અર્થાત્ પેાતાની મેળે જ સ્થિતિના પરિણામવાળાં જડ અને ચેતનને સ્થિર રાખવામાં એ અધમ, અત્યંત ઉપકાર કરે છે. એ જ રીતે આકાશાતિકાય વિષે પણ સમજી લેવાનું છે. માત્ર વિશેષ એટલું જ કે એ આકાશના અનંત પ્રદેશા છે, એ, લેાક અને અલે!!——-તેમાં વ્યાપી રહેલુ છે તથા અવગાહ પામનારાં જડ અને ચેતનને અવગાહ આપીને એ આકાશ ઉપકાર કરે છે. જે કાષ્ટ આચાર્યાં ‘· કાલને ’ કાઈ ખાસ જુદા ભાવરૂપે નથી માનતા, કિંતુ જડ અને ચેતનના પર્યાયરૂપે માને છે તેઓની માન્યતા પ્રમાણે પાંચ દ્રવ્યેા છે અને તે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને વાસ્તિકાય—એમ પાંચ છે અને જે આચાર્ય તે કાલ તે પણ એક ખાસ જુદો જ ભાવ માને છે તેની માન્યતા પ્રમાણે છ દ્રવ્યા છે અને તે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, સ્તિકાય, પુદ્ગલારિતકાય, વાતિકાય અને કાળ એમ છ છે. જે સ્થળે લેાક નથી કિંતુ માત્ર એકલા અલેક જ છે ત્યાં પણ આકાશ રહેલુ છે અર્થાત્ લેાક અને અલાક એ બન્નેમાં રહેનારૂં આ એક આકાશ દ્રવ્ય જ છે, પોતાની મેળે જ અવગાહ ( એટલે સમાસ ) મેળવવાને આતુર થએલા જડ અને ચેતન ભાવેને એ આકાશ અવગાહ આપીને ઉપકાર
'
આકાશા
આ ઉપરના ઉલ્લેખમાં સ્પષ્ટ પ્રકારે અધર્માસ્તિકાય અને પ્રાણાતિપાત–હિંસા વિગેરેની સમપર્યાયતા જણાવી છે અને તેથી જ સૂત્રકારના આશય અધર્માસ્તિકાય અને હિંસા વિગેરેના સરખા ભાવ જણાવવાને હાય તે પણ કળાઇ આવે છે અર્થાત્ જ્યારે આ સૂત્રમાં અધર્માસ્તિકાય વિષે આવા પ્રકારના ઉલ્લેખ છે ત્યારે આ સૂત્ર, ખીજાં સૂત્ર અને ખીજા ગ્રંથામાં અધર્માસ્તિકાય વિષે એક જડ દ્રવ્ય હેવાની વ્યાખ્યા પણ ઠેક ઠેકાણે મળ્યા કરે છે એથી એ એ વ્યાખ્યામાં કઇ વ્યાખ્યા રીતસરની અને વિકૃત છે એ હકીકત તા બહુશ્રુતાને શરણે છે.
*=
અનુ