________________
—( ૧૩૫);
કરે છે, પરંતુ જે જડ અને ચેતન ભાવ અવગાહ મેળવવાની ત્વરાવાળા નથી તેને તે પરાણે અવગાહ આપતું નથી–એ અપેક્ષાએ જેમ મગર વિગેરેને ચાલવાની ક્રિયામાં પાણી એક અસાધારણ નિમિત્ત કારણ છે તેમ એ આકાશ પણ અવગાહ આપવામાં અસાધારણ નિમિત્ત કારણ છે. કદાચ એમ કહેવામાં આવે કે જે આકાશ અલકના ભાગમાં રહેલું છે તે તે કઈને પણ અવગાહ આપી શકતું નથી તેથી એને અવગાહ આપનારું શી રીતે કહેવાય ? એ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે જે એ અલકના ભાગમાં પણ ગતિનું કારણ ધર્માસ્તિકાય અને સ્થિતિનું નિમિત્ત. અધર્માસ્તિકાય રહેલા હોત તો જરૂર આકાશ, પિતાની અવગાહ દેવાની શક્તિનો ઉપયોગ કરી બતાવત, પરંતુ ત્યાં (અલોક આકાશમાં) એ બને વાનાં ન હોવાથી અલકના આકાશમાં રહેશે અને છતો, પણ અવગાહ આપવાને ગુણ પ્રકટ થઈ શકતો નથી અર્થાત ધર્મ અને અધર્મની હાજરીમાં જ આકાશ પિતાનું અવગાહ દેવાનું સામર્થ્ય જણાવી શકે છે એથી અલેક-આકાશમાં એ સામર્થ્ય નથી એમ આપણાથી શી રીતે મનાય ? કદાચ એમ મનાય પણ ખરૂં, કિંતુ જ્યારે ધર્મ અને અધર્મની હાજરી હોવા છતાં અવગાહ મેળવવાને આતુર થએલા ભાવોને પણ જો એ આકાશ અવગાહ ન આપે. અહીં તે એ રીતે નથી માટે ઉપર જણાવેલ પ્રશ્ન જ નિરર્થક છે. કાલ એ અઢીદીપમાં વર્તતે ભાવ છે, પરમ સૂક્ષ્મ છે, એના ભાગ થઈ શકતા નથી અને એક સમયરૂપ છે. એ, એક સમયરૂપ હેવાથી જ એની સાથે “અસ્તિકાય” શબ્દને સંબંધ લાગી શકતો નથી, કારણ કે પ્રદેશના સમુદાયનું નામ “અસ્તિકાય છે, એમ ઉપર જણાવાઈ ગયું છે. એ વિષે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “કાલ, ફક્ત મનુષ્ય લેકમાં વ્યાપી રહેલે ભાવ છે અને એક સમયરૂપ હેવાથી એને “અસ્તિકાય’ શબ્દને સંબંધ ઘટી શકતો નથી; કારણ કે કાય, એ સમુદાયનું જ નામ છે.” એ કાળ, સૂર્ય ચંદ્ર ગ્રહ અને નક્ષત્ર વિગેરે ના ઊગવાથી અને આથમવાથી જાણી શકાય એવો છે એને જ કેટલાક